Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગળતેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર ધજા લહેરાઈ

ગળતેશ્વર (galteshwar)

ખેડા : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ગળતેશ્વર (galteshwar) મહાદેવમાં શ્રાવણના અંતિમ દિને શિવભક્તો દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર ધજા લહેરાઈ હતી. મંદિરના શિખરનું કામકાજ તાજેતરમાં જ પૂરું કરવામાં આવ્યું હતું.

સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગળતેશ્વર મહાદેવ મંદિર પ્રાચીનકાળથી શિખરવિહોણું હતું. વરસોથી આ અદભુત મંદિરનું જતન થયું છે, તાજેતરમાં શિખરને પુરાતત્વ વિભાગ દ્વારા પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. વિભાગ દ્વારા આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના શુભ દિવસે શિખરને સંપૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે.

શિખરની ઊંચાઈ આશરે ૭૫ ફૂટ અને વજન આશરે ૧૦૧ કિલો હોવાનું જાણવા મળ્યું છે

આ શિખર ઉપર આજે બાવન ગજની ધજા લહેરાવવામાં આવી હતી. સદીઓના ઈતિહાસમાં પહેલીવાર ગળતેશ્વર મહાદેવ મંદિરના શિખર પર ધજા લહેરાતી જોઈને ભક્તો ભાવવિભોર બન્યા હતા.

Related posts

પરમ પૂજ્ય મહંતસ્વામીના પ્રત્યક્ષ સાનિધ્યમાં આણંદ BAPS અક્ષરફાર્મ ખાતે અભૂતપૂર્વ અને વિરાટ યુવાદિન ઉજવાયો

Charotar Sandesh

આણંદ શહેરમાં ર કેસો નોંધાયા : જિલ્લામાં બપોર સુધી નવા ૭ કોરોના પોઝિટિવ સામે આવ્યા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : ખંભાત-બોરસદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો

Charotar Sandesh