Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ દિલ્હીથી સુરત માટે રવાના : મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ

ભાજપના ધારાસભ્યો

સુરત : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થવા પામી છે, શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને સરકાર પાડવાનો તખ્તો રચાઈ રહ્યો છે.

ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યને સાચવવા ગુજરાત લાવવા પ્રયાસો હાથ ધરાયા

ત્યારે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીથી સુરત આવવા રવાના થયા છે, જેને લઈ હવે નવાજૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે.

શિવસેનાના ૩૦ જેટલા ધારાસભ્યો તો સુરતમાં સંપર્ક વિહોણા થઈ હોટલમાં રોકાયા છે, ત્યારે મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યોને સાચવવા માટે તેઓને ગુજરાતના અમદાવાદમાં લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે, હવે ગુજરાત બળવાખોર ધારાસભ્યોનું એપી સેન્ટર બનવા પામ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના ધારાસભ્યો માટે અમદાવાદમાં હાઈફાઈ હોટલો બુક કરાઈ છે, જ્યારે સુરત રોકાયેલા શિવસેનાના ધારાસભ્યોને લઈ આજે સાંજ સુધીમાં કોઈ નિર્ણય કરાશે તેમ છે.

અગાઉ માહિતી મળી હતી કે અમદાવાદની કોઈ રિસોર્ટ અથવા ક્લબમાં મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યને તેમના રોકાણની વ્યવસ્થા કરાયું હોવાની માહિતી મળી હતી. જે કદાચ સાચી ઠરી રહી છે. આ સમગ્ર જવાબદારી ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને સોંપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

શિવસેનાના ૧ર જેટલા ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા છે, જેથી ડુમ્મસ રોડ ઉપર આવેલ લા મેરિડિયન હોટલ બહાર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે, આ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાના સંજય રાઉતે આક્ષેપ કર્યો છે કે સી આર પાટીલે ષડયંત્ર રચી ધારાસભ્યોને સુરતમાં રાખવાની વ્યવસ્થા કરાઈ છે, હાલ તો મહારાષ્ટ્ર સરકાર સામે જોખમ ઉભુ થયું છે.

Other News : મહારાષ્ટ્ર સરકાર સંકટમાં : શિવસેનાના એકનાથ શિંદે સહિત ૧૨ ધારાસભ્યો સંપર્ક વિહોણા : સુરતમાં રોકાયા હોવાની ચર્ચા

Related posts

એક્સપોર્ટના ઉદ્યોગો ૨૫ એપ્રિલથી શરૂ કરી શકાશે : ગુજરાત સરકાર

Charotar Sandesh

સરકાર LICમાં ૧૦ ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં : મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરશે…

Charotar Sandesh

સરગવામાંથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્ત્વો મળ્યાં : જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન

Charotar Sandesh