મહીસાગર : રાજ્યમાં ભાજપ દ્વારા પાર્ટીમાં જોડાવા માટે ભરતીમેળો શરૂ થયો છે, ત્યારે આપના કોર્પોરેટરોથી લઈ કોંગ્રેસના વર્ષોથી કાર્યરત નેતાઓને ભાજપમાં જોડાવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા હીરાભાઇ પટેલ છેલ્લા ૩૭ વર્ષથી સક્રિય રહીને કોંગ્રેસ પક્ષ માટે કામ કરતાં હતા. હીરાભાઇ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ અગાઉ ચૂંટાયા હતા.
ત્યારે તેઓએ આજે ૭૮ વર્ષની ઉંમરે કોંગ્રેસને બાયબાય કરીને ભાજપનો ખેસ પહેરી લેતાં મહીસાગર જિલ્લામાં કોંગ્રેસનો પાયો તૂટી ગયો છે
આ બાબતે ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલે જણાવેલ કે, ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ચૂંટણી જીતાડી તેમ છતાં ધારાસભ્યની ટિકિટ ન આપી. ત્યાર બાદ પણ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છતાં કાર્યકરોની અવગણના તેમજ ધણીધોરી વગરની કોંગ્રેસ થઈ ગઈ હોવાથી ભજપમાં જોડાઈ કાર્યકરોની સેવા અને પ્રજાલક્ષી કામ કરવાનો નિર્ણય કર્યો છે.
Other News : કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી નબળી રહેશે તો ભાજપ તોડજોડની નીતિથી પુનઃ સત્તા હાંસલ કરે તેવા એંધાણ ?!