Charotar Sandesh
ઈન્ડિયા

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે અર્થવ્યવસ્થાને લઇ આ ચેતવણી આપી

મનમોહન સિંહ
આગામી માર્ગ ૧૯૯૧ના સંકટ કરતાં પણ વધારે પડકારજનક
આ ખુશી મનાવવાનો સમય નથી, આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે, કોરોનાને કારણે સર્જાયેલો વિનાશ અને કરોડો નોકરીઓ ગુમાવવાથી હું ખૂબ જ દુઃખી છું

ન્યુ દિલ્હી : દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં સૂરમાં કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાની જેવી ખરાબ હાલત ૧૯૯૧માં હતી, કંઈક એવી જ સ્થિતિ આગામી સમયમાં બનવાની છે. સરકાર આ માટે તૈયાર રહે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખુશ અથવા આનંદ કરવાનો સમય નથી, પરંતુ આત્મનિરીક્ષણ અને વિચાર કરવા માટેનો સમય છે. આગળનો રસ્તો ૧૯૯૧ની મુશ્કેલીઓ કરતાં પણ વધુ પડકારજનક છે. એક રાષ્ટ્ર તરીકેની આપણી પ્રાથમિકતાઓને ફરીથી નક્કી કરવાની જરૂર છે, જેથી દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત થઈ શકે.

ડો. મનમોહન સિંહ, જે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી દેશના વડાપ્રધાન હતા, ૧૯૯૧માં નરસિંમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણામંત્રી હતા અને ૨૪ જુલાઈ ૧૯૯૧ના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ વખતે દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે. આ ઐતિહાસિક બજેટના ૩૦ વર્ષ પૂરાં થવા પ્રસંગે મનમોહન સિંહે ઘણા મુદ્દાઓ પર પોતાનાં મંતવ્યો જણાવ્યા હતા.

૩૦ વર્ષ પહેલાં કોંગ્રેસે ભારતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સુધારા શરૂ કર્યા હતા. પાર્ટીએ દેશની આર્થિક નીતિ માટે એક નવો રસ્તો તૈયાર કર્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં સરકારોએ તેનું અનુસરણ કર્યું અને આજે આપણી ગણના વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં કરવામાં આવે છે.

૧૯૯૧માં નરસિંમ્હા રાવની સરકારમાં નાણામંત્રી રહેલા ડો. મનમોહન સિંહે ૨૪ જુલાઈ ૧૯૯૧ના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ મનમોહન સિંહે વધુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે સર્જાયેલો વિનાશ અને કરોડો નોકરીઓ ગુમાવવાથી હું ખૂબ જ દુઃખી છું. આરોગ્ય અને શિક્ષણનાં સામાજિક ક્ષેત્રો પાછળ રહી ગયાં છે અને આ આપણી આર્થિક પ્રગતિની ગતિની સાથે જઈ શક્યા નથી. આટલી બધી જિંદગી અને નોકરીઓ ગુમાવી છે, એવું ન થવું જોઈતું હતું.

Other News : વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કરતા લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત

Related posts

દેશમાં ૧૮થી ઉપરના ૪૫ કરોડ નાગરિકો છે, પરંતુ ૬ દિવસમાં માત્ર ૧૧.૮૧ લાખનું વેક્સિનેશન…

Charotar Sandesh

મોદી રાજમાં પેટ્રોલ-ડિઝલે રફ્તાર પકડી : ભાવમાં ફરી એકવાર વધારો…

Charotar Sandesh

યસ બેન્કનો શેર ૮૫ ટકા તૂટ્યોઃ માર્કેટ કેપમાં ૫,૪૩૨ કરોડનું ધોવાણ…

Charotar Sandesh