આણંદ : જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ટાઉનહોલ ખાતેથી પરિવર્તન બાઈક રેલી યોજાઈ હતી. જેને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ.
બાઈક રેલીમાં પ્રદેશ કોંગ્રેસના યુથ પ્રમુખ હરપાલસિંહ, મધ્યઝોન પ્રભારી ઉષાબેન નાયડુ સહિત મોટી સંખ્યામાં આણંદ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કોંગી કાર્યકરો જોડાયા હતા
રેલી ટાઉનહોલથી નવા બસસ્ટેન્ડ, રેલ્વે ગોદી, સ્ટેશન રોડ પરથી સરદારગંજ અને ત્યાંથી લોટીયા ભાગોળથી પુનઃ કોંગ્રેસ સમિતિએ રેલી પહોંચશે. રેલીમાં કોંગી કાર્યકરો તીરંગો ઝંડો લઈને જોડાયા હતા.
Other News : આણંદમાં ગણેશ મહોત્સવ નિમત્તે આ રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જુઓ