આબુ : માઉન્ટઆબુ ખાતે દિવાળી પર્વ દરમ્યાન ભાઇબીજથી લાભપાંચ સુધીના દિવસ દરમ્યાન માઉન્ડ આબુની ૨૧૦થી વધુ હોટેલમાં બુકિંગ હાઉસફુલ થઇ ગયું છે. હોટેલોના ભાવ બે થી ત્રણ ઘણા વધી ગયાનું જણાય છે.
ગુજરાતભરમાંથી એક જ દિવસમાં ૫૦,૦૦૦થી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા છે. વેકેશનમાં આ આંકડો એક લાખ પાર થવાની શકયતા નકારી શકાય નહીં.છેલ્લાં બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીના લીધે સહેલાણીઓ વિના સૂના બનેલા માઉન્ટ આબુમાં આ વખતે દિવાળીના અગાઉથી રૂમ બુકિંગ કરી દેવાયા છે. આથી મોટાભાગની હોટલોમાં હાઉસફૂલના બોર્ડ લાગી જતા હોટેલ સંચાલકો પણ હવે લાભપાંચમ પછીનું બુકિંગ થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ૨૦૦થી વધુ હોટેલ, રિસોર્ટ આવેલી છે
જેમાંથી મોટાભાગની હોટેલના બુકિંગ થઇ ગયા છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટેલ સુધીના રૂ.૨૦૦૦ થી ૧૫૦૦૦ ભાડું આપી લોકોએ બુક કરાવી રહ્યા છે. દિવાળીની વાત કરીએ તો માઉન્ટના હિલવાળા રસ્તા પર વાહનોની હારમાળા સર્જાઇ જશે.
આથી આ દિવસો દરમ્યાન જાણકારો એક મહિલા પહેલાંથી જ હોટેલનું બુકિંગ કરાવી દે છે. જે રૂમના સામાન્ય દિવસોમાં રૂપિયા ૨૦૦૦ થી ૩૦૦૦ ચાર્જીસ હોય છે તેના ભાઇબીજથી પાંચ સુધીમાં ૫૦૦૦ કરતાં પણ વધુ લેવાય છે. જ્યારે વી.આઇ.પી. સવલતવાળા રિસોર્ટ અને હોટેલના ભાવ સામાન્ય દિવસોમાં રૂ.૫૦૦૦ થી ૧૦,૦૦૦ વચ્ચે હોય તેના રૂ.૧૫,૦૦૦ બોલાય છે.
Other News : જીએસટીનું ઓક્ટોબર કલેક્શન ૧.૩૦ લાખ કરોડ