આણંદ : GCMMFની ચૂંટણીમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. GCMMFના ચેરમેન તરીકે શામળ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની વરણી કરવામાં આવી છે. CMMFની ચૂંટણીમાં જૂથવાદનો સફાયો ફરી એકવાર જોવા મળ્યો હતો. જૂના જોગીઓનું લોબિગ કામ લાગ્યું ન હોતું. આ ચૂંટણીમાં બે નવા ચહેરાને સ્થાન મળ્યું છે. પ્રદેશ પ્રમુખની નિયુક્તિની જેમ જ સંઘમાં પેટર્ન બદલાતા ભારે ચર્ચાઓ જાગી છે.
એશિયાની સૌથી મોટી એવી અમૂલ સહિત રાજ્યની 18 ડેરીની દૂધનું પ્રોડક્ટનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આજે બપોરે 12 કલાકે ફેડરેશનની ઓફિસ આણંદ ખાતે પ્રાન્ત અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રારઅધિકારીની ઉપસ્થિતીમાં યોજાઈ હતી. જેમા GCMMFના નવા ચેરમેન પદે શામળ પટેલની વરણી થઈ છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની વરણી કરવામાં આવી છે. બીજી તરફ રામસિંહ પરમારનું ચેરમેન પદે રિપીટ થવાનું સપનું અધુરુ રહી ગયું છે.