1604 દર્દીમાંથી 9 વેન્ટીલેટર પર, 1443ની હાલત સ્થિર, 94 સાજા થયા અને 58ના મોત…
ગુજરાતમાં 53 મોત, મોતના મામલે દેશમાં ત્રીજા ક્રમે પહોંચ્યું…
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 1,376 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ એકલામાં જ 240 કેસ નવા નોંધાયા હતા.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 140, સુરતમાં 67, આણંદમાં 1, બોટાદમાં 1, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, બનાસકાંઠામાં 2, વડોદરામાં 8, રાજકોટમાં 5 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ પાંચના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે.
છેલ્લા 9 દિવસમાં 1196 કેસ…
અમદાવાદમાં શનિવાર સુધીમાં 862 પોઝિટિવ કેસ થઈ ગયા. અહીંની વસતી 75 લાખ ગણીએ તો પ્રતિ 10 લાખ પર 115 પોઝિટિવ કેસ થાય.ઇંદોરમાં પ્રતિ 10 લાખની વસતીએ 236 દર્દી છે. જ્યારે મુંબઈમાં પ્રતિ 10 લાખ પર 67 અને દિલ્હીમાં 62.44 પોઝિટિવ કેસ છે.
સૌથી વધુ કેસ; 862 પોઝિટિવ સાથે દિલ્હી, મુંબઈ, ઇન્દોર પછી અમદાવાદ ચોથું…
અમદાવાદ દેશનું ત્રીજું મોટું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં શનિવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 240 પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 862 પોઝિટિવ થઈ ગયા છે. અમદાવાદમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત 25 રાજ્યોથી વધુ કેસ છે. મુંબઈ અને દિલ્હી પછી અમદાવાદ સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતું ત્રીજુ શહેર છે.