Charotar Sandesh
ગુજરાત સ્પોર્ટ્સ

ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં આવતાં અમદાવાદ સ્ટેડિયમમાં ટિકિટોનું ધૂમ વેચાણ : રૂ. ૭૫૦૦ની ટિકિટનો બ્લોક ફૂલ

ગુજરાત ટાઈટન્સ ફાઈનલ

પોલીસ વડા આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા

અમદાવાદ : IPL-૨૦૨૨ના ક્વોલિફાયર-૧માં નવી ટીમ ગુજરાત ટાઈટન્સે આક્રમક પ્રદર્શન સાથે રાજસ્થાનને હરાવેલ અને હવે ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં આવી છે, અને આઈપીએલ-૨૦૨૨ની ફાઈનલ મેચ અમદાવાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે.

મહત્ત્વનું છેકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફાઈનલ મેચ નિહાળવાના છે, ત્યારે પોલીસ વડાએ સ્ટેડિયમની બંદોબસ્ત અને તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરેલ. જેને લઈ ડીજીપી આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મોડી સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

આઈપીએલની ફાઈનલ માટે ક્રિકેટ ફેન્સ અત્યારે માત્ર ઓનલાઈન ટિકિટો મેળવી શકે છે, તેવામાં ૮૦૦ રૂપિયાથી લઈ ૧૪ હજાર સુધીની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગયેલ છે

સાઉથ સેન્ટર પ્રીમિયમ ૪- એક ટિકિટ ૭,૫૦૦ રૂપિયા (SOLD OUT)

બ્લોક E-5 લોઅર- એક ટિકિટ ૪,૫૦૦ રૂપિયા | બ્લોક D-4 લોઅર- એક ટિકિટ ૪,૫૦૦ રૂપિયા | બ્લોક A-3 લોઅર- એક ટિકિટ ૩,૫૦૦ રૂપિયા

બ્લોક N-5 અપર- એક ટિકિટ ૨,૫૦૦ રૂપિયા | બ્લોક J-4 અપર- એક ટિકિટ ૨,૦૦૦ રૂપિયા

ઓનલાઈન ટિકિટ બૂક કરાતી વેબસાઈટના અત્યારના આંકડા પ્રમાણે ૮૦૦ રૂપિયા અને ૧૫૦૦ રૂપિયા સહિત ૧૪,૦૦૦ રૂપિયાની ટિકિટો વેચાઈ ગઈ છે, અત્યારે ૪,૫૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયાની ટિકિટો વેચાઈ રહી છે. નોર્થ કોર્પોરેટ બોક્સની લોઅર લેનમાં બ્લોક ઈ-૨,૩,૫,૬ની ટિકિટો અત્યારે વેચાવાની બાકી છે. બ્લોક D૪ લોઅરની ટિકિટો વેચાઈ રહી છે. પરંતુ ફેન્સનો ક્રેજ જોઈને બાકી રહેલ ટિકિટો પણ વહેંચાઈ જશે તેમ છે.

Other News : અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ નિહાળવા ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે : જુઓ તૈયારીઓ

Related posts

IND vs ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડીયાએ અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને ૩૬ રનથી હરાવ્યું…

Charotar Sandesh

ખાખી વર્દી પહેરી એટલે એવું નથી કે ડંડા ગમે ત્યાં વિંઝો : DGP શિવાનંદ ઝા

Charotar Sandesh

આઇપીએલ પર ખતરો, ડેનિયલ સૈમ્સ પણ આવ્યો કોરોના પોઝિટિવ…

Charotar Sandesh