Charotar Sandesh
રેસિપી

Gujarati Recipe – બજાર જેવા સૉફ્ટ સ્પંજી ગુજરાતી ખમણ રેસીપી…

સામગ્રી : 500 ગ્રામ ચણાની દાળ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો)

બનાવવાની રીત – સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ તેલને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.

Related posts

ઉનાળામાં ઠંડક મેળવવા ઘરે જ બનાવો પિસ્તા આઈસ્ક્રીમ

Charotar Sandesh

કચોરી એવી વાનગી છે જે દરેક ઉંમરના લોકોને ભાવતી હોય છે. મોટભાગે કચોરી મેંદાના લોટથી જ બનતી હોય છે. પરંતુ આજે અમે તમને બ્રેડની કચોરીની સ્વાદિષ્ટ રેસિપી જણાવી રહ્યા છીએ. તો ચાલો નોંધી લો બ્રેડ કચોરીની રેસિપી.

Charotar Sandesh

ગુજરાતી રેસીપી – રવા નાળિયેરની બરફી તૈયાર કરો…

Charotar Sandesh