Charotar Sandesh
વર્લ્ડ

H-1B વિઝા વિવાદ : ટ્રમ્પના આદેશ વિરુદ્ધ ૧૭૪ ભારતીયો કોર્ટ પહોંચ્યા…

USA : અમેરિકામાં રહેતા ૧૭૪ ભારતીયોએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની એચ-૧બી વિઝા પોલીસી વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા છે. કોલંબિયાની એક કોર્ટમાં કરાયેલા એક કેસમાં કહેવામાં આવ્યું છે કે, એચ-૧બીના નિયમથી પરિવાર અલગ થઈ જશે. આના કારણે ઘણા લોકો અમેરિકા નહીં આવી શકે અથવા તેમના માટે વિઝા નહીં મળી શકે. કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે બુધવારે આ મામલામાં જવાબ આપવા માટે વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને કાર્યવાહક હોમલેન્ડ સિક્યોરિટી ચીફ ઉપરાંત લેબર સેક્રેટરીને સમન આપ્યું છે.
૧૭૪ ભારતીયો તરફથી આ કેસ તેમના વકીલ વાસડેન બેનિયાસે કર્યો છે. જેમાં કહેવાયું છે કે એચ-૧બી અને એચ-૪ વિઝા પર બેનથી અમેરિકન ઈકોનોમીને નુકસાન થશે. આનાથી પરિવાર પણ અલગ થઈ જશે અને આ સંસદના આદેશો વિરુદ્ધ પણ છે.
આમા માંગ કરવામાં આવી છે કે એચ-૧બી અને એચ-૪ વિઝા સંબંધિત નવા આદેશ પર પ્રતિબંધ લગાડવામાં આવે. આ ઉપરાંત વિદેશ વિભાગને એ આદેશ આપવામાં આવે કે તે આ વિઝા સાથે જોડાયેલા તમામ પેન્ડિગ કેસને ઝડપથી ખતમ કરે.
૨૨ જૂને ટ્રમ્પે એક આદેશ આપી એચ-૧બી વિઝા આપવા માટે આગામી વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, આનાથી અમેરિકન્સને રોજગારીની તક વધુ મળી શકશે. ભારતે તેનો વિરોધ કરતા અમેરિકન સરકાર સાથે વાતચીત કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ફેબ્રુઆરીથી મે મહિના વચ્ચે અમેરિકામાં બેરોજગારી ચાર ગણી વધી ગઈ છે. જેના કારણે તેમને આવા કઠોર પગલા લેવા પડી રહ્યા છે.

  • Nilesh Patel

Related posts

૧૪ જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા ચીનમાં કોરોના તપાસ માટે જશે…

Charotar Sandesh

ભારતીય મૂળના આગેવાનોનો વિદેશોમાં ડંકો : યુ.કે.કેબિનેટમાં ૩ ભારતીયોનો સમાવેશ…

Charotar Sandesh

દુનિયાભરમાં અમારી પોલિસી એક સમાન, પાર્ટીઓની રાજનીતિક સ્થિતિ નથી જોતા : ફેસબુકે સ્પષ્ટતા કરી

Charotar Sandesh