Charotar Sandesh
સ્પોર્ટ્સ

બે વર્ષથી ઘરે ગઈ નથી, હવે મેડલ સાથે માતાને મળીશ : શૈલી

ભારતીય લોન્ગ જમ્પર શૈલી સિંહ

રાયપુર : ભારતીય લોન્ગ જમ્પર શૈલી સિંહે અંડર-૨૦ વર્લ્‌ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. તે ગોલ્ડ મેડલથી માત્ર ૧ સેમી પાછળ રહી ગઈ. ઉત્તર પ્રદેશના ઝાંસીની નિવાસી શૈલીએ કહ્યું કે, એક સેન્ટીમીટર વધુ નથી હોતું, પરંતુ એ એક સેમીના કારણે હું ગોલ્ડ ચુકી ગઈ.

જોકે, આવતા વર્ષે હું ગોલ્ડ જીતીને રહીશ. તેણે કહ્યું કે, કોરોનાને કારણે મેં મારા કોચ (બોબી જ્યોર્જ)ની સાથે નિર્માણાધીન સ્ટેડિયમમાં વર્લ્‌ડ ચેમ્પિયનશિપની તૈયારી કરી છે. હું છેલ્લા બે વર્ષથી ઘરે ગઈ નથી. માતાને મળી નથી. હવે મેડલ સાથે ઘરે જઈ. ૧૭ વર્ષની શૈલીએ કહ્યું કે, અહીં સુધી પહોંચવામાં મારી માતા અને કોચનો હાથ છે. માતાએ પ્રેરણા આપી અને કોચે અહીં પહોંચાડી છે. શૈલીએ કહ્યું કે, શરૂઆતના દિવસોમાં ઘણી મુશ્કેલી પડી, પરંતુ માતાએ તેનો અહેસાસ થવા દીધો નહીં. મારા ઘરમાં કોઈને રમત અંગે ખબર ન હતી. એક વખત લખનઉ સ્પોર્ટ્‌સ હોસ્ટેલ માટે પેપરમાં જાહેરાત આવી. તેને વાંચીને માતાએ કહ્યું કે, એક વખત ટ્રાય કરી લે.

Other News : આઇસીસી રેન્કીંગમાં કોહલી પાંચમા ક્રમે યથાવત, રૃટ બીજા ક્રમે : રાહુલની ૧૯ ક્રમની છલાંગ

Related posts

આઇપીએલ હરાજીમાં સામેલ થશે ૨૯૨ ખેલાડીઓઃ બીસીસીઆઈએ જાહેર કર્યું લિસ્ટ…

Charotar Sandesh

ધોની-વીલિયર્સ સાથે બેટિંગ કરવી વધુ પસંદ છેઃ કોહલી

Charotar Sandesh

બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૩૮ રનમાં ઓલઆઉટ, ભારતના બે વિકેટે ૯૬ રન…

Charotar Sandesh