સુરત : ક્રાઈમ બ્રાંચની ટીમે દિલધડક ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં ચીકલીગર ગેંગના બે સાગરિતોને ઝડપી પાડવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ક્રાઈમ બ્રાન્ચ પોલિસે બાતમીના આધારે આજે બારડોલી નજીક રોડ પર જ વોચ ગોઠવેલ, ઈકો કારમાં બાતમીવાળા આરોપીઓ આવતાં જ ૧૨ જેટલા પોલીસકર્મીઓ દંડા લઈને તૂટી પડ્યા હતા, છતાં તેમણે ભાગવાનો પ્રયાસ કરેલ.
ફિલ્મી દ્રશ્યોની જેમ મહામહેનતે ૨ આરોપીને ઝડપી પાડેલ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ક્રાઈમ પોલિસને બાતમી મળેલ હતી કે, બારડોલી નજીકથી ઈકો ગાડીમાં ચીકલીગર ગેંગના સાગરીતો પસાર થવાના છે, જેના આધારે શખ્સો આવતાંની સાથે જ પોલિસની આખી ટીમ કાર ઊભી રખાવી તેમના ઉપર દંડા લઈને તૂટી પડેલ, ૧૨ જેટલા પોલીસકર્મીઓ લાકડાના ડંડા લઈને ઈકો ઉપર મારવાનું શરૂ કરેલ, ગાડીમાં બેઠેલ ચીકલીગર ગેંગના બે સાગરીતે પોલીસના દંડાના વરસાદ વચ્ચે ભાગવાનો પ્રયાસ કરેલ.
ક્રાઈમ પોલીસે સુજબુજથી રોડ પર એક સાઈડ કારનો કાફલો તેમજ બીજી સાઈડે જેસીબી ઊભું કરેલ, કાર પુરઝડપે ભગાડતાં આગળ જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યાં જ ફસાઈ ગયેલ, જે બાદ પોલીસે ચીકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડેલ.
Other News : વોર્ડ નં. ૧-૨-૩-૪ના કાઉન્સીલરો-સ્થાનિકોએ સુવિધાઓના અભાવને લઈ પાલિકામાં હલ્લાબોલ કરી ધરણા કર્યા