આણંદ : રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે ગત રાત્રિના સમયે ઘણા તાલુકાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ (rain) વરસ્યો હતો. ત્યારે આણંદ-ખેડા જિલ્લામાં પણ આણંદ-નડીયાદ શહેર સહિત મહુધા, કપડવંજ, કઠલાલ, બોરસદ, પેટલાદ, વિદ્યાનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ (rain) વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામેલ હતી.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ત્યારે બીજી તરફ આણંદ શહેરના અમૂલ ડેરી નજીક નગરપાલિકાની બેદરકારીને કારણે આઈસર ખાડામાં ફસાઈ હતી,જેમાં કોઈ જાનહાની થવા પામેલ નથી. પરંતુ પાલિકા દ્વારા ગટરની કામગીરી બાદ બેદરકારીભર્યું કાર્ય કરાતાં રસ્તાની આસપાસ ભુવા પડ્યા હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યા છે, કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? જે પ્રશ્ન નગરજનોમાં સર્જાઈ રહ્યો છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ (rain) ની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે ૨૫ જૂનથી રાજ્યમાં વરસાદ (rain) નું જોર વધશે તેમ જણાવાયું છ.
Other News : અમૂલના એમડીને અકસ્માત નડ્યો : કાર પલટી ખાઈ ગઈ, કોઈ જાનહાનિ નહિ, હોસ્પિટલે ખસેડાયા