રાજસ્થાન : ઉદયપુરમાં કનૈયાલાલ હત્યાકાંડના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, હિન્દુ સંગઠનોએ અનેક જિલ્લાઓમાં બંધનું એલાન આપ્યું છે.
ઉદયપુરમાં થયેલ હત્યાકાંડમાં મૃતક કનૈયાલાલના બુધવારે અંતિમ સંસ્કાર કરાયા હતા, તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં જોડાયા હતા, અને કનૈયાલાલને અંતિમ વિદાય આપેલ, અને સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં કે આરોપીઓને તાકિદે ફાંસી આપો, ફાંસી આપો.
ગુજરાત રાજ્યની રોડવેઝની તમામ બસો આગામી આદેશ સુધી રાજસ્થાનમાં નહીં પ્રવેશે
ગુજરાત બોર્ડરથી જેટલી બસો રાજસ્થાનમાં છે એને પણ પરત લાવવાનો નિર્ણય ગુજરાત રોડવેઝ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલ છે, ગુજરાતની સરકારી બસો સિવાય અન્ય ખાનગી બસો રાબેતા મુજબ ચાલુ છે.
Other News : શિંદે જ મહારાષ્ટ્રના એકનાથ : આજે એકનાથ શિંદે લેશે મુખ્યમંત્રી પદના શપથ