10 હજાર મહિલા ભક્તો માથે કળશ અને પોથી સાથે યાત્રામાં જોડાયા : ઘોડા, બગી, ગજરજો, લશ્કરની તોપો, અનેક મ્યુઝિક બેન્ડ, ભજન મંડળીઓ, શણગારેલા ટેબ્લો અને લશ્કરની તોપો યાત્રામાં સામેલ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવન ચરણરજથી અંકિત થયેલી અક્ષરધામ તુલ્ય દિવ્યભૂમિ વડતાલમાં તારીખ 7થી તારીખ 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના લાખો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.
દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા – પોથીયાત્રા તથા કળશયાત્રાની તથા મહોત્સવના શુભારંભે માહિતી આપતા મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આ શતાબ્દી મહોત્સવનો શુભારંભ નથી, આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણયુગ નો શુભારંભ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ ઘટનાના આપણે સાક્ષી છીએ. તારીખ 7ને ગુરૂવારના રોજ વહેલી મહેળાવથી શરૂ થયેલ શોભાયાત્રા આઠ કિલોમીટરનો પથ કાપી સભા મંડપમાં પહોંચી એ પહેલા ઠેર ઠેર યાત્રાનું પૂજન અને સ્વાગત થયું હતું.
આ પોથીયાત્રા કળશયાત્રા તથા શોભાયાત્રામાં પ.પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન પૂ. દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂ. શા.નૌતમપ્રકાશ દાસજી, કથાના વક્તા પૂ. જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) તથા પૂ. નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) સહિત સંપ્રદાયના વડીલ સદગુરુ સંતો-મહંતો તથા વડતાલ – ગઢડા જુનાગઢ ધોલેરા સહિત અનેક ધામોથી થી પધારેલા સંતો જોડાયા હતા.
Other News : આણંદ : મેરા ભારત મેરી દિવાલી અંતર્ગત સ્વચ્છતા હી સેવા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયા