Charotar Sandesh
બોલિવૂડ

રીતિક રોશન-દીપિકા પદુકોણની ફિલ્મ ફાઈટર ૨૦૨૩ના ગણતંત્ર દિવસે રિલીઝ થશે

અભિનેતા રીતિક રોશન

મુંબઈ : બોલિવૂડ અભિનેતા રીતિક રોશન ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેતાની દરેક ફિલ્મ જોવા માટે ચાહકો હંમેશા આતુર હોય છે. હવે રીતિક રોશન જલ્દી જ અભિનેત્રી દીપિકા પદુકોણ સાથે પડદા પર ધમાલ કરવાના છે. દીપિકા અને રીતિક રોશન પ્રથમ વખત કોઈ ફિલ્મમાં સાથે દેખાવા જઈ રહ્યા છે. હવે આજે નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે.

રીતિક રોશને તેમના જન્મદિવસે આ ફિલ્મની જાહેરાત કરી હતી. ત્યારબાદ અભિનેતાએ ફિલ્મનો નાનો પ્રોમો શેર કરીને આ ફિલ્મની જાહેરાત દરેકની સામે કરી હતી. હવે ફિલ્મની તારીખ જાહેર કરવામાં આવી છે કે તે ૨૦૨૩માં સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે.

આજે નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે

આવી સ્થિતિમાં ફિલ્મ વિવેચક તરણ આદર્શે પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે દીપિકા અને રીતિકની આગામી ફિલ્મ ‘ફાઈટર’ ગણતંત્ર દિવસ એટલે કે ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. રીતિક રોશન અને દીપિકા પદુકોણ ફાઈટરમાં પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ સાથે ફિલ્મનું નિર્માણ અજિત અંધારે કરશે.

આ ફિલ્મની રિલીઝ તારીખ લગભગ ૨ વર્ષ પહેલા જાહેર કરવામાં આવી છે. એવું લાગે છે કે નિર્માતાઓ નથી ઈચ્છતા કે આ તારીખે બીજી કોઈ ફિલ્મ રિલીઝ માટે તેમનું બુકિંગ કરે. તે જ સમયે હવે ચાહકો પણ ફિલ્મની રિલીઝ ડેટ જાણીને ખૂબ ખુશ છે.

આ ફિલ્મમાં રીતિક એરફોર્સ પાઈલટની ભૂમિકામાં એક્શન કરતા જોવા મળશે. રીતિક તેમની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ વખત પાયલોટની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મમાં દર્શકોને રોમાન્સ, ઈમોશન્સ અને દેશ પ્રત્યેનો પ્રેમ એકસાથે જોવા મળશે. ફિલ્મમાં દીપિકા રીતિકની સામે જોવા મળશે. આ ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ જણાવવામાં આવી રહ્યું છે.

ફાઈટરની જાહેરાત કરતી વખતે રીતિકે લખ્યું, ‘તમારી સામે રજૂ કરીએ છીએ ફાઈટર. દીપિકા પદુકોણ સાથેની મારી પ્રથમ ફ્લાઈટને લઈને ખુબ ઉત્સાહિત છું. સિદ્ધાર્થ આનંદ સાથે આ રાઈડ માટે પુરી રીતે તૈયાર.

Other News : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીર શેર કરતા થઈ ટ્રોલ

Related posts

વિરાટ કોહલી સાથે ભાવુક થઇ અનુષ્કા શર્મા, સોશિયલ મીડિયામાં આપ્યો મેસેજ…

Charotar Sandesh

અનુષ્કા પ્રેગ્નેન્ટ, વિરાટ કોહલી બનશે પિતા…

Charotar Sandesh

અજય દેવગણે ૨૦ આઇસીયુ બેડની ઈમર્જન્સી હોસ્પિટલ માટે ૧ કરોડ ડોનેટ કર્યા…

Charotar Sandesh