Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના સીએમ તરીકેના શપથ બાદ તાત્કાલિક સૌરાષ્ટ્રના વરસાદ અંગે બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર : ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધિ પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રીની શપથવિધિ આજે બપોરે ૨.૩૦ વાગ્યે યોજાશે. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ જાહેરાત થતાં જ સ્થાનિક લોકો અને કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઇ છે. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.

શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દિકરી અનારબેન પટેલ પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ભૂપેન્દ્ર પટેલની સાંજે મુખ્યમંત્રીની જાહેરાત થતાં જ રાતોરાત ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નવા મુખ્યમંત્રી તરીકે તેમને અભિનંદન આપતાં પોસ્ટરો લાગી ગયાં હતાં

સ્થાનિક મંડળો અને ઘાટલોડિયા વિધાનસભા તરફથી ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપતાં પોસ્ટરો ઠેરઠેર જોવા મળ્યાં હતાં. ઘાટલોડિયામાં કે.કે નગર પાટીદાર ચોક, પ્રભાત ચોક, ઘાટલોડિયા ગામ, મેમનગર, સીપી નગર, ગુરુકુલ, નારણપુરા વગેરે જગ્યાએ ૧૦૦થી વધુ અભિનંદનનાં પોસ્ટરો મારવામાં આવ્યાં છે. નીતિન પટેલે કહ્યું હતું કે હું ભૂપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જૂના અને નજીકના મિત્ર છે. સામાજિક રીતે પણ અમે નજીક છીએ.

Other News : વિજય રૂપાણીના રાજીનામા પાછળ ગુજરાતમાં એન્ટ્રી થનાર ‘આપ’ તો નથીને

Related posts

કોંગ્રેસ તા.૧૫ ઓકટો. સુધી કોવિડ-૧૯ ન્યાય યાત્રા યોજશે

Charotar Sandesh

રાદડિયાની દિલેરી : પુત્રવધૂને પુત્રી બનાવી સાસરે વળાવી, રૂ. ૧૦૦ કરોડ કન્યાદાનમાં આપેલા…

Charotar Sandesh

હાલ વરસાદની કોઇ સંભાવના નથી : ૧૭ ઑગસ્ટ બાદ પુનઃએન્ટ્રી થશે

Charotar Sandesh