Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં બાળકને મોબાઈલમાં ગેમની લત લાગતા માનસિક તણાવમાં પરિવાર સાથે મારામારી કરવા લાગ્યો

મોબાઈલમાં ગેમ

આણંદ : મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદ શહેરમાં આવેલા એક વિસ્તારમાં રહેતી અંજના પટેલ (નામ બદલ્યું છે) નામની ૨૫ વર્ષીય યુવતી રહે છે. થોડા સમય અગાઉ તેણે ૧૮૧ અભયમ હેલ્પલાઈનને ફોન કર્યો હતો અને મદદ માગી હતી. જ્યારે અભયમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે તેઓ સમગ્ર હકીકત જાણીને ચોંકી ઊઠ્‌યા હતા.

જોકે ખરી જવાબદારી એ પછી જ શરૂ થતી હોય છે. હાલમાં ઓનલાઈન ભણવાને પગલે મોબાઈલ અનિવાર્ય છે, પણ વાલીઓએ પણ બાળક કેટલા કલાક મોબાઈલ વાપરે છે એનું ધ્યાન રાખવું જોઈએ.

અલબત્ત, આવો જ એક કિસ્સો આણંદ શહેરમાં બન્યો છે, જેમાં ધોરણ ૧૦ પાસ થયા બાદ સગીર મોબાઈલમાં ગેમ રમવાના રવાડે ચઢી ગયો હતો. ૨૪ કલાકમાંથી ૧૬ કલાક સુધી ગેમ રમતો. સગીર એ પછી ગેમમાં બતાવે એવી મારામારી તેના પરિવાર સાથે કરતો હતો, જેને પગલે પરિવારને અભયમ હેલ્પલાઈનની મદદ લેવી પડી હતી.

વાત જાણે એમ હતી કે અંજના પટેલની માતા હાલમાં ઈઝરાયેલમાં છે. તેણે તેનાં દાદા-દાદી, પિતા અને ભાઈ સાથે રહે છે. ભાઈ અમન (નામ બદલ્યું છે) ધોરણ ૧૦ પાસ કર્યા બાદ આઈટીઆઈનો કોર્સ કરી રહ્યો છે. જોકે તેનું ભણવા કરતાં મોબાઈલમાં ધ્યાન વધુ હોય છે, એવી ફરિયાદ ખુદ બહેને જ કરી હતી.

સામાન્ય રીતે દિવસના ૨૪ કલાકમાંથી તે ૧૬ કલાક સુધી મોબાઈલમાં ડાઉનલોડ કરેલી ગેમ રમ્યા કરતો. દિવસ આખો ઊંઘી રહે અને રાત્રે ઉજાગરા કરે છે. એ પછી ગેમ પ્રમાણે તે પરિવારજનો સાથે મારામારી કરે છે.

વધુમાં અભ્યાસ પણ કરતો નહોતો. ઘરનું જમવાનું નહીં અને બહારથી હોટલમાંથી જમવાનું મગાવવું એ જ તેની દિનચર્યા બની ગઈ હતી.

આખરે કંટાળેલા પરિવારે અભયમની મદદ માગતાં અભયમની ટીમ દ્વારા અમનનું કાઉન્સેલિંગ કરી મોબાઈલમાં વેડફાતો સમય ઓછો કરી નાખવા, અભ્યાસ પર ધ્યાન આપવા તેમજ કુટુંબીજનો સાથે પ્રેમભર્યો વર્તાવ કરવા જણાવ્યું હતું. જે બાબતે અમને પણ સહમતી દર્શાવી હતી.

Other News : આણંદ જિલ્‍લાની ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણી માટે નિરીક્ષક તરીકે શ્રી બી.એચ.પટેલની નિમણૂંક

Related posts

નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

Charotar Sandesh

ગુજરાતની અમૂલને ટ્રેડ માર્કના કેસમાં કેનેડાની કોર્ટમાં જીત મળી

Charotar Sandesh

આણંદ : ૨૦-૨૦ ક્રિકેટ મેચનો સટ્ટો રમી-રમાડતા ઈસમને પકડી પાડતી ખંભાત સીટી પોલીસ…

Charotar Sandesh