Charotar Sandesh
ગુજરાત

ત્રીજી લહેર વચ્ચે વડોદરામાં કોરોના સંક્રમિત સગર્ભાએ બાળકને જન્મ આપ્યો : બાળક સ્વસ્થ

વડોદરા : જિલ્લાઓમાંથી ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ કોરોના સંક્રમિત સગર્ભાઓને અમે સારવાર આપી છે તેવી જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના ડો. ગોખલે એ જણાવ્યું છે કે આ પૈકી ૧૩ની સિઝેરિયનથી અને ૧૨ની કુદરતી પ્રસૂતિ સલામતી સાથે કરાવવામાં આવી છે.

આનંદની વાત એ છે કે, તમામ પ્રસૂતા સ્વસ્થ છે અને નવજાત શિશુઓ કોરોના નેગેટિવ જણાયા છે અને સ્વસ્થ છે.આ શિશુઓની સંભાળ લેવામાં બાળ સારવાર વિભાગનો જરૂરી સહયોગ મળી રહ્યો છે. જ્યારે બાકીની ૧૫ સગર્ભાઓને પ્રસૂતિનો સમય નજીક ન હોવાથી કોરોના સંક્રમણને લગતી જરૂરી પૂર્વ પ્રસૂતિ સારવાર આપવાની સાથે હોમ ક્વોરન્ટીન હેઠળ જરૂરી કાળજીનું માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવ્યા છે.

ગોત્રી હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું હતું કે, પહેલી બે લહેરોના અનુભવને આધારે અમે કોરોના સંક્રમિત સગર્ભાઓ ની સારવારની જરૂરી વ્યવસ્થાઓ સાવ અલાયદી તૈયાર રાખી હતી જે ઉપયોગી નીવડી છે. અત્યાર સુધીમાં અમારે ત્યાં શહેર ઉપરાંત હાલોલ, ભરૂચ, આંકલાવ, મોટા ફોફલીયા, પાદરા અને કલાલીથી ૧૬ કોરોના સંક્રમિત સગર્ભાઓ સારવાર માટે લાવવામાં આવી જે પૈકી એકની નોર્મલ અને એકની શસ્ત્રક્રિયાથી પ્રસૂતિ કરાવવામાં આવી.

બાકીની ૧૪ સગર્ભાઓને જરૂરી પ્રસૂતિ પૂર્વેની સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે

કોરોનાનું નામ સાંભળીને તંદુરસ્ત વ્યક્તિ પણ ગભરાઈ જાય છે. એવા વાતાવરણમાં જો કોઈ સગર્ભા કોરોના સંક્રમિત જણાય તો બે જીવોની સુરક્ષાની ચિંતાની સાથે સંક્રમિત સગર્ભાની સારવાર ક્યાં કરાવવી એની ચિંતા અને મુંઝવણ ઉમેરાય છે. તેવા સમયે સયાજી હોસ્પિટલ અને જીએમઇઆરએસ,ગોત્રી હોસ્પિટલનો પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ જરૂરિયાતવાળા પરિવારોને મદદરૂપ બની રહ્યો છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ત્રીજી લહેરમાં ૫૬ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૨૬ સગર્ભાઓની સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. જોકે, ગોત્રી હોસ્પિટલમાં ૪ દિવસ પહેલા બાળકને જન્મ આપ્યા બાદ હાલોલની એક મહિલાનું મૃત્યું થયું હતું.

Other News : મીની લોકડાઉન લાવી આ ત્રીજી લહેરની ચેઈન તોડી શકાશે : કોંગ્રેસની રાજ્ય સરકારને સલાહ

Related posts

૩૦ હજાર સ્વંયસેવકો પર ઝાડયસની વેક્સીનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ કરાશે…

Charotar Sandesh

અમદાવાદ : જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ વચ્ચે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન

Charotar Sandesh

કચ્છમાં સમીક્ષા કરવા ગયેલા મંત્રી કુંવરજી બાવળીયા AC કારમાંથી નીચે જ ના ઉતર્યા

Charotar Sandesh