Charotar Sandesh
વર્લ્ડ

ભારત સૌથી ખતરનાક ૩૦ પ્રીડેટર ડ્રોન ખરીદશે

૩૦ પ્રીડેટર ડ્રોન

USA : બ્લેકસ્ટોનના સહ-સ્થાપક, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન શ્વાર્ઝમેને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, પીએમ મોદી સાથે મારી મુલાકાત ખૂબ જ સારી રહી. બ્લેકસ્ટોને અગાઉથી જ ભારતમાં ૬૦ અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં વધુ ૪૦ અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની કંપનીની યોજના છે.

સ્ટીફને કહ્યું કે, ભારત દુનિયામાં રોકાણ માટે બ્લેકસ્ટોનનું સૌથી સારું બજાર છે. હવે તે દુનિયામાં સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ છે. તેથી ભારતમાં રોકાણ અંગે અમે ખૂબ જ આશાવાદી છીએ. મોદી સરકારની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, વિદેશી કંપનીઓ માટે આ ખૂબ જ અનુકૂળ સરકાર છે. આ સરકાર સુધારાલક્ષી અને ઉદ્દેશ્યપૂર્ણ છે. શ્વાર્ઝમેને પીએમ મોદી સાથે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન અને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનના પગલે ભારતમાં વિવિધ રોકાણ તકો અંગે ચર્ચા કરી હતી. બ્લેકસ્ટોને દેશમાં છેલ્લા દાયકામાં ૨૨ અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું હતું.

બ્લેકસ્ટોન ભારતમાં સૌથી મોટી પ્રાઈવેટ માર્કેટ ઈન્વેસ્ટરમાંની એક છે. તે ભારતમાં સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ માલિક છે. કંપની સમગ્ર દેશમાં ઓફિસો અને રિટેલ મોલ સાથે ૧૩૦ મિલિયનનો પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ ૨૦૨૧ના પહેલા ચાર મહિનામાં જ ૫.૫ અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું છે. ભારત કંપની માટે સૌથી સફળ રોકાણ સ્થળ છે.

અમેરિકાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રમાં અમેરિકાની ટોચની પાંચ કંપનીઓના સીઈઓ સાથે વન-ટુ-વન મુલાકાત કરી હતી, જેમાં ન્યૂક્લિયર અને ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની જનરલ એટોમિક્સ અને અમેરિકન ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની બ્લેકસ્ટોનનો સમાવેશ થાય છે. જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલ સાથે મોદીની બેઠક ૨૦ મિનિટ ચાલી હતી. ભારત આ કંપની પાસેથી વિશ્વના સૌથી ખતરનાક ૩૦ પ્રીડેટર ડ્રોન ખરીદવા તૈયાર છે. ન્યૂક્લિયર અને ડિફેન્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની જનરલ એટોમિક્સ ખતરનાક પ્રીડેટર ડ્રોનની ઉત્પાદક છે.

Other News : દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત

Related posts

બ્રિટનમાં કોરોના વાયરસ ૩૦ સપ્ટેમ્બર અને અમેરિકામાં નવેમ્બર સુધી સમાપ્ત થઇ જશે…

Charotar Sandesh

પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કનાં રસ્તા પર કોઇ બિઝનેસ વૂમનનાં રૂપમાં જોવા મળી.

Charotar Sandesh

અશ્વેત વ્યક્તિના મોત બાદ અમેરિકામાં હિંસા, ૨૫ શહેરોમાં કર્ફ્યૂ…

Charotar Sandesh