USA : ભારત અને અમેરિકા બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો મજબૂત કરવા, એક સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશને જાળવી રાખવા અને કોરોના મહામારીથી લઈને જળવાયુ પરિવર્તન સુધીના દરેક મુદ્દાઓ પર પીએમ મોદી સાથે ચર્ચા કરવા હું આતુર છું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ શિખર બેઠક પહેલા વ્હાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે દ્વિ-પક્ષીય બેઠક યોજી હતી. બાઈડન પ્રમુખ બન્યા પછી બંને દેશના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રથમ વ્યક્તિગત બેઠક હતી.
આ બેઠકમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન બાઈડેને ગાંધીજીના મૂલ્યોને યાદ કરતા કહ્યું કે આ મૂલ્યોની દુનિયાને વર્તમાન સમયમાં વધુ જરૂર છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અમેરિકન પ્રમુખ જો બાઈડેન સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે અમેરિકન પ્રમુખ બન્યા પછી કોરોના મહામારી, જળવાયુ પરિવર્તન હોય કે ક્વાડ, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પહેલ કરી છે. આ પહેલો આગામી દિવસોમાં ઘણો મોટો પ્રભાવ પેદા કરશે. ભારત માટે આ દાયકો ખૂબ જ મહત્વનો છે. ભારત અને અમેરિકા સાથે મળીને વિશ્વના અનેક મોટા પડકારોનો સામનો કરી શકે છે.
બંને દેશોની પરંપરાઓ, લોકતંત્ર દુનિયા માટે ઉદાહરણરૂપ છે
પીએમ મોદીએ કહ્યું કે, બાઈડેનનું વિઝન અમારા માટે પ્રેરણાદાયી છે. આજે અમેરિકામાં ૪૦ લાખ ભારતીયો રહે છે, જે અમેરિકાને મજબૂત કરવામાં મદદ કરી રહ્યા છે. મહાત્મા ગાંધી હંમેશા કહેતા કે આપણે આ પૃથ્વીના ટ્રસ્ટી છીએ. આ ટ્રસ્ટીશિપની ભાવના પણ ભારત અને અમેરિકાના સંબંધોમાં ખૂબ જ મહત્વની છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારા સંબંધ પારિવારિક છે. આગામી સપ્તાહે અમે મહાત્મા ગાંધીજીનો જન્મદિન ઊજવીશું તો આપણે તેમના મૂલ્યો અહિંસા, સહિષ્ણુતા અને આદરની આજે દુનિયાને પહેલાં કરતા વધુ જરૂર છે તે આપણે યાદ રાખવાનું છે.
Other News : ભારત સૌથી ખતરનાક ૩૦ પ્રીડેટર ડ્રોન ખરીદશે