Charotar Sandesh
ઈન્ડિયા

ભારતીય એરફોર્સમાં પ્રચંડ યૌદ્ધા હેલિકોપ્ટર સામેલ : એક મિનિટમાં ૭૫૦ ગોળીઓ વરસાવશે, જુઓ વિશેષતાઓ

પ્રચંડ યૌદ્ધા હેલિકોપ્ટર

ન્યુ દિલ્હી : ભારતીય સરહદ પર ચીન અને પાકિસ્તાન સાથે વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનામાં સ્વદેશી Light Combat Helicopters – LCH સામેલ થયું છે, જેને લઈ દુશ્મન દેશોમાં ડર રહેશે. આ હેલિકોપ્ટર હવે જોધપુર એરબેસ પર તૈનાત રહેશે, આ હેલિકોપ્ટર્સની તૈનાતી બાદ સરહદ પર આતંકી ગતિવિધિઓ ઉપર રોક લાગશે જેને કારણે દુશ્મનોમાં હલચલ મચી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં સ્વદેશી હેલિકોપ્ટર્સ વાયુસેનામાં સામેલ થયા, તે પહેલા રક્ષામંત્રી અને IAF પ્રમુખ એરચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં એક સર્વધર્મ પ્રાર્થના કરાઈ.

આ હેલિકોપ્ટરનું નામ ‘પ્રચંડ’ પડાયું છે

આ હેલિકોપ્ટર ભીષણ રણ તેમજ બરફના પહાડો અને દરેક સ્થિતિમાં દુશ્મનો પર હુમલો કરવાની ક્ષમતા છે, તે પ્રતિ મિનિટ ૭૫૦ બુલેટ વરસાવી શકે છે, જ્યારે તે એન્ટી ટેન્ક અને એર-ટુ-એર મિસાઈલથી પણ સજ્જ થઈ શકે છે.

રક્ષામંત્રીએ એક ટ્‌વીટમાં જણાવેલ કે આ નવા હેલિકોપ્ટરને સામેલ થવાથી ભારતીય વાયુસેનાનું યુદ્ધ કૌશલ વધશે.

Other News : નવરાત્રિમાં કોમી છમકલું : આઠમના ગરબામાં ૧૫૦ જેટલા લઘુમતિ સમાજના લોકોએ કર્યો પથ્થરમારો, જુઓ વિગત

Related posts

આનંદો : આગામી ૪૮ કલાકમાં ચોમાસું કેરળમાં એન્ટ્રી કરશે…

Charotar Sandesh

ઉત્તરાખંડમાં ટનલમાં રેસ્ક્યૂ ચાલુ, હજુ ૩૦ લોકો ફસાયેલા, ૨૦૦થી વધુ ગુમ…

Charotar Sandesh

અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર સુધી ૨૧૦૦ કરોડનું દાન કર્યું…

Charotar Sandesh