Charotar Sandesh
ઈન્ડિયા

ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી

સંયુક્ત રાષ્ટ્ર : વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર પણ હુમલો કરતાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તાર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિક બનાવી રાખવું હશે તો તેણે પોતાની અસરકારક્તા સુધારવી પડશે. વિશ્વસનિયતા વધારવી પડશે. યુએન સામે આજે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જળવાયુ સંકટ અને કોરોના મહામારી દરમિયાન આ સવાલો જોયા છે.

દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલા છદ્મ યુદ્ધ અને વર્તમાન અફઘાન સંકટે આ સવાલોને વધારી દીધા છે. ભારતના મહાન રણનીતિકાર ચાણક્યે કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં ન આવે તો સમય જ તે કામની સફળતાને નષ્ટ કરી દે છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિત બનાવી રાખવી હશે તો તેણે પોતાની પ્રભાવશીલતામાં સુધારો કરવો પડશે અને પોતાની વિશ્વસનીયતા વધારવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રને સંબોધન કરતાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની ઝાટકણી કાઢી હતી અને ચીનની પણ ટીકા કરતાં કહ્યું કે આપણા સમુદ્ર આપણી સંયુક્ત વિરાસત છે, તેથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઓસિયન રિસોર્સનો આપણે ઉપયોગ કરીએ, દુરુપયોગ નહીં. અફઘાનિસ્તાનનો મુદ્દો ઊઠાવતાં પણ તેમણે ફરી એક વખત કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતકંવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં. આ સિવાય વડાપ્રધાન મોદીએ કોરોના, જળવાયુ પરિવર્તન, લોકતંત્ર જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્રના ૭૬મા સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો આતકંવદા માટે ઉપયોગ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

વધુમાં આપણે એ બાબતે પણ સાવધ રહેવું જોઈએ કે ત્યાંની નાજૂક પરિસ્થિતિઓનો ઉપયોગ કોઈ દેશ પોતાના સ્વાર્થ માટે આતંકવાદનો એક ટૂલની જેમ ઉપયોગ ન કરે. અત્યારે અફઘાનિસ્તાનની જનતાએ ત્યાંની મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની મદદ કરવાની જરૂર છે. આપણે પણ તેમાં આપણી જવાબદારી નીભાવવી જોઈએ.

Other News : ભારત-અમેરિકા સાથે મળીને મોટા પડકારોને હરાવી શકે : પીએમ મોદી

Related posts

ખેડૂત પરિવારોના ખાતામાં વડાપ્રધાન મોદીએ ૨૦ હજાર કરોડ ટ્રાન્સફર કર્યા

Charotar Sandesh

દુનિયામાં સૌથી સુખી ભારતના મુસલમાન, કારણ કે અમે હિન્દુ છીએ : મોહન ભાગવત

Charotar Sandesh

કોરોના સંકટ : ૨૪ કલાકમાં ૬૪,૫૫૩ પોઝિટિવ કેસ, ૧૦૦૭ના મોત…

Charotar Sandesh