નડીયાદ : ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ ની કચેરી દ્વારા મુ.પો.સનાલી,તા; નડીયાદ ખાતે ઈગ્લીશ હાઈસ્કૂલ ના મેદાન માં હાલ માંજ ઇન્ટર યુથ ક્લબ સ્પોર્ટ મીટ કાર્યક્રમ નું આયોજન હાથ ધરાયું હતું.
જેમાં નડીયાદ તાલુકા ના યુવક/મહિલા મંડળો ના સભ્યો તેમજ આજુબાજુ ની શાળા ના વિદ્યાર્થી મિત્રો એ માં ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
સદર કાર્યક્રમમાં દોડ, ગોળાફેંક, વોલીબોલ, કબડ્ડી, ખોખો, આર્ચરી જેવી રમતોનુ આયોજન કરવામા આવ્યું હતું
કાર્યક્રમ માં શ્રી ચેતન ગોહિલ આચાર્યશ્રી ઈગ્લીશ હાઈસ્કૂલ, સંજય પટેલ નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ-કન્વીનર તેમજ પંકજ સોઢા, શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.વિજેતા સ્પર્ધકો ને નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ ની કચેરી દ્વારા ટૂંક સમય માંજ ઇનામો,પ્રમાણપત્રો વિતરણ કરવામા આવશે.
Other News : આણંદના પ્રખ્યાત ઠક્કર ખમણવાળાની પત્નીનું મોત : હત્યા થયાની આશંકાએ પોસ્ટમોટમ કરાયું, સમગ્ર મામલો પોલીસમાં