Charotar Sandesh
સ્પોર્ટ્સ

IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમવા માંગે છે દિનેશ કાર્તિક

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ જ્યારે શરૂ થઈ હતી ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે અમુક મોટા નામ તેમની ઘરેલું ફ્રેન્ચાઇઝી તરફથી રમશે. ત્યારે એવું થયું પણ, જેમકે સૌરવ ગાંગુલીને કોલકાતા નાઇટ રાઇડર્સ એ ખરીદ્યા, સચિન તેંડુલકર મુંબઈ ઇન્ડિયન્સ અને વીરેન્દ્ર સહેવાગ દિલ્હી ડેયરડેવિલ્સમાં સામેલ થયા. પરંતુ કેટલાક એવા નામ પણ છે જેમને પોતાની ઘરેલું ટીમ માટે રમવાની તક ના મળી. એવા ખેલાડીઓમાંથી એક છે દિનેશ કાર્તિક, તમિલનાડુના આ ખેલાડીની જગ્યાએ ચેન્નઈ સુપર કિંગ્સે રાંચીમાં જન્મેલા મહેન્દ્ર સિંહ ધોનીને વધુ મહત્વ આપ્યો અને આ ઘટના કાર્તિક માટે ખૂબ જ આઘાતજનક હતી.

આપણે જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૮માં નાના ફોર્મેટમાં તમિલનાડુ તરફથી કાર્તિક જ એકમાત્ર મોટું નામ હતું. એક ખાનગી સ્પોર્ટ ચેનલ સાથે વાત કરતા કાર્તિકે કહ્યું કે આજે પણ તે ઘરેલુ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના આમંત્રણની રાહ જોઈને બેઠો છે. મીડિયા રિપોર્ટ મુજબ કાર્તિકે કહ્યું કે તે સમય તેને વિશ્વાસ હતો કે સીએસકે તક આપશે. પરંતુ તે કેપ્ટન્સીને લઈ સ્પષ્ટ નહોતો. હરાજી દરમિયાન તે ટીમ ઇન્ડિયાનો ભાગ હતો અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો.
તમિલનાડુ તરફથી હોવાથી તેને વિશ્વાસ હતો કે સીએસકે તેની ખરીદ કરશે. પરંતુ પછી કાર્તિકને ખબર પડી કે સીએસકે એ એમએસ ધોનીની પસંદગી કરી છે. જેથી તેને ઘણું દુઃખ થયું હતું. આપણે જણાવી દઈએ કે ૨૦૦૮થી લઈ અત્યાર સુધી કાર્તિક દિલ્હી ડેયરડેવિલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ગુજરાત લોયંસ અને કોલકાતા નાઇટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે.

Related posts

કોહલી અને તમન્ના પર સટ્ટાને પ્રોત્સાહન આપવાના આરોપ સર ધરપકડ માટે કોર્ટમાં અરજી…

Charotar Sandesh

આઈપીએલમાં વાઈડ અને ફૂલ ટોસ બોલનો રિવ્યૂનો વિકલ્પ આપવામાં આવેઃ કોહલી

Charotar Sandesh

શૂટર દીપકે એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો…

Charotar Sandesh