Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

IPL અધવચ્ચે છોડીને ડેવિડ વોર્નર પરત ફર્યો પોતાને દેશ, રાશિદ થયો ઇમોશનલ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં પોતાની બેટિંગથી વિરોધી ટીમને હંફાવનાર ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPLમા રમતો ડેવિડ વોર્નર પોતાના દેશ પરત ફરી ગયો છે. ડેવિડ વોર્નર આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ સાથે જોડાવા માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. વોર્નર આ IPLમા 12 મેચોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 12 મેચમાં 70ની એવરેજથી 692 રન ફટકાર્યા છે.આ સીઝનની છેલ્લી મેચમાં ડેવિડ વોર્નરે જબરદસ્ત બેટિંગ કરીને કિંગ્સ ઇલેવન પંજાબ સામે પોતાની ટીમને જીત અપાવી હતી. વોર્નરે છેલ્લી મેચમાં 56 બોલમાં 81 રન ફટકાર્યા હતા.ડેવિડ વોર્નર પરત ફરતા સનરાઇઝર્સ હૈદરાબાદનો તેનો સાથી ખેલાડી રાશિદ ખાન ઇમોશનલ થઇ ગયો હતો અને રાશિદે ટ્વીટ કરીને વોર્નરને વર્લ્ડ કપ માટે શુભેચ્છા પણ આપી હતી. સાથે જ લખ્યું હતું કે તમારી સાથે રમવાનો સારો અનુભવ રહ્યો.

Related posts

જીએસટી અને નોટબંધીથી કોઈ ગરીબને ફાયદો થયો નથી : રાહુલ ગાંધી

Charotar Sandesh

દેશમાં કોરોનાના કેસ ૫૦ લાખને પાર : ૮૨ હજારથી વધુના મોત…

Charotar Sandesh

તમામ સરકારી સ્કૂલોમાં હાઈટેક ડિજિટલ ક્લાસ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું કેરળ…

Charotar Sandesh