Charotar Sandesh
વર્લ્ડ

વધતી ઉંમર અટકાવવાની ટેકનિક વિકસાવતી કંપનીમાં જેફ બેઝોસે રોકાણ કર્યું

એમેઝોનના માલિક જેફ બેઝોસ

વૉશિંગ્ટન : યુનિટી બાયોટેકનોલોજી નામની કંપની રીવર્સ એજિંગ ટેકનિક વિકસાવવાની દિશામાં કાર્યરત છે. કંપનીએ મોટી વયે થતી બીમારી અટકાવવા માટે પ્રયોગો શરૂ કર્યા છે અને એ માટે ખાસ પ્રકારની અલ્ટોસ લેબની સૃથાપના પણ કરી છે. આ કંપનીમાં હવે જેફ બેઝોસે પણ રોકાણ કર્યું છે.

વૃદ્ધાવસૃથાને રોકી રાખતી ટેકનિક વિકસાવવાની મથામણ કરતી એ કંપનીમાં માનવ સેલ ઉપર પણ કામ થઈ રહ્યું છે

જો માણસના સેલની પ્રક્રિયાને ધીમી પાડી શકાય તો શરીરને વૃદ્ધ થતું રોકી શકાય. એ માટે આખી ટેકનિક વિકસાવવી પડે. તે સિવાયના રસ્તો છે વધતી ઉંમરને રોકવાનો. એને રિવર્સ એજિંગ કહેવાય છે. યુનિટી બાયોટેકનોલોજી નામની કંપની આ બંને ટેકનિક ઉપર કામ કરી રહી છે.

કંપનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી એ પ્રમાણે અલ્ટોસ લેબ બનાવાઈ છે, જેમાં અમરત્વની દિશામાં કામ થશે. એ લેબ માટે ૨૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ જેફ બેઝોસે પણ રોકાણ કર્યું છે. બેઝોસ ઉપરાંત રશિયાના ઉદ્યોગપતિ યુરી મિલ્નર અને તેની પત્ની જુલિયાએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે. દુનિયાના ટોચના ધનવાન ઉદ્યોગપતિઓ અમરત્વની ખોજ ઝડપથી થાય તે માટે માતબર રકમ ફાળવી રહ્યા છે.એમેઝોનના માલિક જેફ બેઝોસ અમર રહેવાની ઈચ્છા ધરાવે છે. અમર રહેવા માટે જેફ બેઝોસે અમરત્વની ટેકનિક પર કાર્યરત કંપનીમાં માતબર રકમનું રોકાણ કર્યું છે.

Related posts

‘O’ બ્લડ ગ્રૂપના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછો : રિસર્ચ

Charotar Sandesh

કમલા હેરિસની સામે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતવંશી નિક્કી હેલીને બનાવ્યા સ્ટાર સ્પીકર…

Charotar Sandesh

કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી, વુહાન જઈને તપાસ કરાશે : WHO

Charotar Sandesh