Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો : કુલ ૪૯ આરોપી દોષિત જાહેર, ૨૮ આરોપીઓને નિર્દોષ છોડાયા

સિરિયલ બ્લાસ્ટ કેસ

અમદાવાદ : ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ સાંજના ૬.૩૦થી ૮.૧૦ કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક ૭૦ મિનીટમાં ૨૦ સ્થળોએ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું, આ ઘટનામાં ૫૬ લોકોનાં મૃત્યુ અને ૨૪૦ લોકોને ઈજા થઈ હતી.

જેમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થયો છે, અદાલતે કુલ ૭૮માંથી ૪૯ આરોપીને UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ ૪૯ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

સરકારી વકીલ અમિત પટેલે ચુકાદા બાદ પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, ચુકાદો હજી સુધી અમને વાંચવા આપ્યો નથી. આ કેસના મોટાભાગના સાક્ષીઓએ ફરિયાદ પક્ષના કેસને સમર્થન કર્યુ છે. નામદાર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. ૨૮ લોકોને પુરાવાના અભાવે છોડાયા છે.

૯ ફેબ્રુઆરીએ ૧૦.૩૦ કલાકે દોષિતોના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરાશે, આ તમામને ૩૦૨ અને ૧૨૦ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે

બ્લાસ્ટ કેસમાં આરોપીઓને અમદાવાદ, ગયા, મધ્યપ્રદેશ, જયપુર, બેંગ્લોર, કેરાલા, દિલ્હી, મુંબઈની જેલમાંથી આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગથી હાજર રાખવામાં આવશે. સુનાવણીના કારણે કોર્ટના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. કોર્ટ સંકુલમાં એક ડીસીપી, બે એસીપી, ૬ પીઆઈ સહિતનો સ્ટાફ હાજર છે. હાલ કોર્ટમાં માત્ર કેસ સાથે જોડાયેલા વકીલોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

Other News : ભાજપ પોલીસ સ્ટેશનોને ઉઘરાણાનો ટાર્ગેટ આપે છે : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સણસણતો આક્ષેપ

Related posts

રાજ્યના આ શહેરોમાં આગામી ૩ દિવસ તીવ્ર પવન સાથે વરસાદ પડશે : આગાહી કરાઈ

Charotar Sandesh

સી. આર. પાટીલ ફરી ગયા : લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ…

Charotar Sandesh

વડોદરામાં કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ કોરોનાની રસી લીધી…

Charotar Sandesh