Charotar Sandesh
ગુજરાત

જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ : હવે ૯ એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે

જુનિયર ક્લાર્ક (junior clerk exam)

ગત ૨૯ જાન્યુઆરીએ જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું

ગુજરાતના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક (junior clerk exam)ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે, જે પેપર ૯ એપ્રિલના રોજ યોજાશે.

આ બાબતે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે, જેમાં જણાવેલ છે કે, ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્ક (junior clerk exam) ની સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રખાયેલ, જે બાદ હવે ૦૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૧૧થી ૧૨ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજાશે.

નોંધનીય છે કે, ગત ૨૯ જાન્યુઆરીના રોજ જુનિયર ક્લાર્ક (junior clerk exam) ની ૧૧૮૧ ખાલી જગ્યા માટે પરીક્ષા યોજાનાર હતી, પરંતુ પરીક્ષા પેપર ફૂટતાં પરીક્ષા મોકૂફ રખાયેલ, જે પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયેલ, જેને લઈ ૯.૫૩ લાખથી વધુ ઉમેદવારોમાં હતાશા છવાઈ હતી, આ પેપરલીક કાંડમાં ૧૬ આરોપીની ધરપકડ કરાયેલ, અને આગામી ૧૦૦ દિવસમાં ફરી પરીક્ષા યોજાશે તેવો દાવો કરાયો હતો, આ સાથે ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવેલ, ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.

Other News : રાજ્યમાં હવે બધી સ્કૂલોમાં ધોરણ ૧થી ૮માં ગુજરાતી ફરજિયાત : કોંગ્રેસ-આપે પણ બિલને આપ્યો ટેકો

Related posts

કેદી કે આરોપીના કોરોના ટેસ્ટ આરટી-પીસીઆર કરવો ફરજિયાત નથી : આરોગ્ય વિભાગ

Charotar Sandesh

આગામી સપ્તાહે નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાશે : બેઠક બાદ જુઓ કોણે આપ્યા પોઝીટીવ સંકેત

Charotar Sandesh

સેવાયજ્ઞ’’-‘‘ રરર દિવસ-રરર નિર્ણય’’પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું વિમોચન

Charotar Sandesh