અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે કાબુલના ગુરુદ્વારાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ શેર કર્યો છે. તેમાં જોવા મળે છે કે તાલિબાન નેતાઓ કાબુલના ગુરુદ્વારા (kabul gurudwara) સાહિબ પહોંચ્યા છે. આ વીડિયો બાબતે મનજિંદર સિંહ સિરસા કહે છે કે તાલિબાનોએ કાબુલના ગુરુદ્વારા (kabul gurudwara) માં આશરો લીધેલા હિન્દુઓ અને શીખોને મળીને તેમને સુરક્ષાની ખાતરી આપી છે.
સિરસાનું એવું પણ કહેવું છે કે અફઘાનિસ્તાનમાં જે ભારતીય પરિવાર ફસાયા છે તે બાબતે વડાપ્રધાન કાર્યાલય સાથે વાત કરી છે. ત્યાંથી જાણવા મળ્યું છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરવામાં આવેલી નવી યોજના હેઠળ તમામ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે.
સિરસાનું કહેવું છે કે તેમણે કાબુલમાં ગુરુદ્વારા (kabul gurudwara) સમિતિના પ્રમુખ ગુરનામ સિંહ સાથે પણ વાત કરી છે
તેમણે કહ્યું હતું કે વિદેશ મંત્રાલયના લોકો તેમના સંપર્કમાં છે અને દરેકના વિઝા પણ મંજૂર કરવામાં આવ્યા છે. હવે કાબુલ છોડવાની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન આજે ૬ લોકોને ગુરુદ્વારાથી એરપોર્ટ પર પણ લઈ જવામાં આવી રહ્યા છે. તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પણ તાલિબાન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે.
તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું- ’તમામ દેશોએ કાનૂની ધોરણોનું સન્માન કરવું જોઈએ, હિંસાનું નહીં, અફઘાનિસ્તાન એટલું મોટું છે કે પાકિસ્તાન એને ગળી શકે તેમ નથી કે તાલિબાન તેના પર શાસન કરી શકે તેમ નથી. અમાનવીયતા અને આતંકવાદીઓ સામે શરણે થવાના પ્રકરણને તમારા ઇતિહાસમાં ઉમેરવા ન દો. સાલેહે એમ પણ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવનારા અને દેશના સન્માન માટે આગળ આવનારાઓને સલામ કરે છે. સાલેહનું આ નિવેદન જલાલાબાદની ઘટના બાદ આવ્યું છે, કારણ કે ગુરુવારે જલાલાબાદ સહિત કેટલાક વિસ્તારોમાંથી અફઘાન ધ્વજ લહેરાવતી તસવીરો સામે આવી હતી.
અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાન ભલે દાવો કરી રહ્યા છે કે આ વખતે તેમનું શાસન પહેલાં જેવું રહેશે નહીં, પરંતુ વાસ્તવિકતા સામે આવી રહી છે. ત્રણ દિવસ પહેલાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે તેમને રોકવામાં આવશે નહીં, પરંતુ હવે તેમણે કાબુલ એરપોર્ટને ઘેરી લીધું છે અને લોકોને એરપોર્ટ સુધી પહોંચતાં પહેલાં જ અટકાવવામાં આવી રહ્યા છે. માત્ર વિદેશીઓને બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી રહેલા તાલિબાનોએ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તાલિબાન નેતા વહીદુલ્લાહ હાશિમીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ લોકશાહી વ્યવસ્થા રહેશે નહીં, કારણ કે અહીં એનું કોઈ અસ્તિત્વ જ નથી.
Other News : અશરફ ગની દેશનો ખજાનો લૂંટી ભાગ્યા : હેલિકોપ્ટર, ચાર કાર અને કરોડો રૂપિયા હોવાનો આરોપ