ઉમરેઠ : નગરપાલિકા ભવનમાં જિલ્લા પુરવઠા અધિકારી ની અધ્યક્ષતમાં પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ પક્ષ ના નેતા તરીકે ની જાહેરાત કરવામાં આવેલ.જેમાં ઉમરેઠ નગરપાલિકા ના પ્રમુખપદે ઉમરેઠ શહેર માં ચા વેચી ને ગુજરાન ચલાવનાર કનુભાઈ નવીનચંદ્ર શાહ ઉર્ફે બેંગ્લોરી ની બિનહરીફ વરણી કરવામાં આવેલ.
ઉમરેઠ નગરપાલિકા ના ઉપ પ્રમુખ પદે નીલાબેન સુરેશભાઈ જોશી ની બિન હરીફ વરણી કરવામાં આવેલ તેમજ પક્ષ ના નેતા તરીકે આવૃતભાઈ સોમાભાઈ પટેલ ની બિન હરીફ વરણી કરવામાં આવેલ હોવાથી ઉમરેઠ નગરપાલિકા કચેરી ની બહાર ઉમરેઠ નગરવાશી ઓ મોટી સંખ્યા માં.ઉમટી પડેલ અને ઉમરેઠ નગપાલિકાના ના પ્રમુખ, ઉપ પ્રમુખ,તેમજ પક્ષ ના નેતા ને નગરજનો એ ફૂલ હાર, કલગી આપી શુભેચ્છાઓ પાઠવેલ.
આ પ્રસંગે ઉમરેઠ એ.પી.એમ.સી ના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ઉર્ફે પકાભાઈ તેમજ ભાજપ શહેર ઉપ પ્રમુખ રોનક ઉર્ફે રીપો તેમજ સુજલ ભાઈ શાહ એ પણ ઉમરેઠ નગરપાલિકા ના પ્રમુખ કનુભાઈ બેંગ્લોરી, ઉપ પ્રમુખ નીલા બેન જોશી તેમજ પક્ષ ના નેતા આવૃતભાઇ પટેલ ને એ.પી.એમ.સી કાર્યાલય ખાતે ફૂલ હાર ચઢાવીને શુભેચ્છાઓ પાઠવેલ. તદ ઉપરાંત ઉમરેઠ શહેર ના પત્રકાર મિત્રો રફીક ભાઈ દીવાન,ચરોતર સંદેશ,કુદરત કા કાનૂન ન્યૂઝ પેપર ના તંત્રી વાહીદ પઠાણ,પ્રાત: કાલ દૈનિક ના પત્રકાર કાલું બડે, નયા પડકાર દૈનિક ના પત્રકાર ગની ભાઈ.વોહરા,ગાંધીનગર ટુ ડે ના પત્રકાર ઇમરાન કાજી એ પણ પ્રમુખ, ઉપ પ્રમુખ,તેમજ પક્ષ ના નેતા ને શુભેચ્છાઓ પાઠવેલ.તેમજ ભાજપ પક્ષ ના કાઉન્સિલર ઓ તેમજ કાર્યકરો એ પણ મોટી સંખ્યા માં હાજર રહી શુભેચ્છાઓ પાઠવેલ.
Other News : નડિયાદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન ભાજપે જાહેર કરાયા, નવા પ્રમુખ કિન્નરીબેન શાહ