Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

કપડવંજ : શહાદત વહોરનાર હરીશસિંહ પરમારને અંતિમ વિદાય આપવા માનવ મહેરામણ ઉમટ્યું

હરીશસિંહ પરમાર

કપડવંજથી મૃતદેહ વણઝારીયા ગામે પહોંચતા જ આખું ગામ હીંબકે ચઢ્યું

વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી…

કપડવંજ : ખેડાના કપડવંજના વણઝારીયા ગામના વતની હરીશ પરમાર આતંકીઓ સાથેની અથડામણમાં શહાદત વહોરી લેતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં હરીશ પરમારની આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી. જેમાં દેશની રક્ષા કરતા કરતા હરીશ પરમારે શહીદી વ્હોરી હતી. કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના રહેવાસી ૨૫ વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશસિંહ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા.

આજરોજ જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં શહાદત વહોરનાર કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી જવાનના મૃતદેહને તેના માદરે વતન લાવવામાં આવતા જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. કપડવંજથી મોટર માર્ગે વણઝારીયા ગામે લઈ જતી વખતે રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હર્તી. શહાદત વહોરનાર આર્મી જવાનનો મૃતદેહ મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું.

વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં લોકો ચાલતાં હાથમાં ધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા છે.

Related posts

વડોદરામાં ૧૨ લેબોરેટરીને મળી કોરોના ટેસ્ટ કરવાની પરવાનગી…

Charotar Sandesh

આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

Charotar Sandesh

ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

Charotar Sandesh