મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા (sidharth-malhotra) આ ફિલ્મમાં એક અલગ જ અવતારમાં જોવા મળવાનો છે. આ પહેલા તેણે કદી આવી ભૂમિકા ભજવી નથી. કહેવાય છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન પુષ્કર ઓઝા અને સાગર આમ્બ્રે કરવાના છે. આશા છે કે આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર માસમાં શરૂ કરવામાં આવશે. હાલ સિદ્ધાર્થ પોતાની આવનારી ફિલ્મ મિશન મજનૂમાં વ્યસ્ત છે. આ પછી તે ફરી કરણ જોહર સાથે કામ કરવાનો છે.
જો આ વાત સાચી ઠરશે તો સિદ્ધાર્થ અને કરણની આ આઠમી ફિલ્મ સાથે હશે
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થમે કરણ જોહરની સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા (sidharth-malhotra) અ ેકરણ જોહરે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું હતું. હવે નવા સમાચાર એ આવ્યા છે કે, શેરશાહની સફળતા પછી સિદ્ધાર્થ મલ્હોત્રા (sidharth-malhotra) અને કરણ જોહર ફરી સાથે કામ કરવાના છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહરનું ધર્મા પ્રોડકશન વધુ એક ફિલ્મ માટે સાથે કામ કરવાનું છે. આ પ્રોડકશન ગાઉસ એક એરિયલ એકશન ફિલ્મ કરવાની યોજના કરી રહ્યું છે.
Other News : પ્રભાસ હોલીવૂડની ફિલ્મની ઓફર સ્વીકારશે તેવી ચર્ચા