રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ શબ્દને જીવાડવાનું અને ગુજરાતી ભાષાને અમરત્વ રાખવાનું કાર્ય કર્યું છે – શ્રી પંકજભાઇ દેસાઇ
આણંદ : ગુજરાત વિધાનસભાના દંડક શ્રી પંકજભાઇ દેસાઇએ કવિ, લેખક, પત્રકાર, વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રાષ્ટ્ર ચેતનાને શબ્દના સથવારે પહોંચાડી હતી. શ્રી ઝવેરચંદ મેઘાણી ૨૦૦ થી ૫૦૦ વર્ષ ચાલે એટલું લોકસાહિત્યનું ભાથું મૂકતાં ગયા છે તેમ જણાવી રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ શબ્દને જીવાડવાનું અને ગુજરાતી ભાષાને અમરત્વ રાખવાનું કાર્ય કર્યું હોવાનું કહ્યું હતું.
આજે વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ પ્રસંગે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શિક્ષણ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલ કસુંબીનો રંગ ઉત્સવ પ્રસંગે શ્રી પંકજભાઇ દેસાઇએ રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવાં મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીજીની સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે.
પાળિયાને બેઠાં કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર -ઘર સુધી પહોંચાડયા હોવાનું જણાવ્યું હતું
આ પ્રસંગે ડૉ. નિર્મળદાન ગઢવીએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌના મનને મોહી લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર શ્રી પી. સી. ઠાકોર, સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. જયોતિબેન તિવારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી લલીત પટેલ, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી મનાત, પ્રાધ્યાપકો, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : આગામી તહેવારોને અનુલક્ષીને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા : નાગરિકોને પાલન કરવા અનુરોધ