મુંબઈ : હવે સિનેમા જગતમાં સાઉથની ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે, ત્યારે એક પછી એક બ્લોકબ્લાસ્ટર ફિલ્મો રીલીઝ થઈ છે, પહેલા પુષ્પા ફિલ્મ, પછી એસ રાજામૌલીની RRR અને હવે હવે ’KGF ચેપ્ટર ૨’ એ બે જ દિવસમાં ધૂમ મચાવી છે, આ ફિલ્મે હિંદી વર્ઝનના એડવાન્સ બુકિંગેમાં પુષ્પા અને RRRના પણ રેકોર્ડ તોડ્યા છે.
KGF ચેપ્ટર-ર ફિલ્મે પહેલાં દિવસે વર્લ્ડવાઇડ ૧૫૯ કરોડનું કલેક્શન, જ્યારે બીજા દિવસે ફિલ્મે વર્લ્ડવાઇડ ૧૬૪ કરોડની રેકોર્ડ કલેક્શન કર્યું છે
આ ફિલ્મ માટે દર્શકોએ એડવાંસ બુકિંગમાં લગભગ ૧૦૦ કરોડથી વધુનું ક્લેક્શન રેકોર્ડબ્રેક કરાવી દીધું હતું, જ્યારે પહેલા જ દિવસે વિશ્વમાં ૧૬૬ થી ૧૯૪ કરોડનું કલેક્શન કરી લીધું છે, અને આગામી દિવસોમાં પણ બધા ફિલ્મોનો રેકોર્ડ તોડે તેમ જણાઈ રહ્યું છે.
KGF ચેપ્ટર-ર ફિલ્મમાં મેઈન હીરો યશ ઉપરાંત વિલનમાં સંજય દત્ત તેમજ રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ મહત્ત્વના રોલમાં ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર વિજય કિરાગંદૂરે છે, જે સફળ સાબિત થયા છે.
Other News : રણબીર અને આલીયા લગ્નના બંધનમાં બંધાયા : લોકો લગ્નના ફોટા-વિડીયો જોવા આતુર બન્યા