Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા : ફ્રી-ફાયર ગેમ રમવા બાબતે નાનાભાઈએ મોબાઈલ ના આપતા મોટાભાઈએ હત્યા કરી નાંખી

નાનાભાઈએ મોબાઈલ

માથામા પથ્થર મારીને બેભાન કરી નાંખ્યા બાદ તારથી હાથ-પગ બાંધીને તાર સાથે પથ્થર બાંધી નાનાભાઈને અવડ કુવામાં નાંખી મોટાભાઈ રાજસ્થાન વતનમાં જતો રહ્યો હતો

ખેડા : તાલુકાના ગોબલજ ગામની સીમમાં રહેતા એક શ્રમિક પરિવારના મોટા પુત્રએ ગેમ રમવા માટે નાનાભાઈએ મોબાઈલ ના આપતાં રીસમા માથામાં પથ્થર મારીને બેભાન કરી દઈને તારથી હાથ-પગ બાંધી દઈને તારની સાથે પથ્થર બાંધી નાનાભાઈને નજીકના અવડ કુવામાં ફેંકી દઈને હત્યા કરી નાંખ્યાનો ચોંકાવનારો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

ખેડા શહેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને રાઉન્ડઅપ કરીને જુવેનાઈલ કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ઘરી છે.

હત્યાકાંડ અંગે વિગતો આપતા ખેડા શહેરના પીએસઆઈ એચ. આર. પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, મુળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના દામસાત ગામનું પરિવાર છેલ્લા કેટલાય સમયથી ગોબલજ ગામની સીમમાં આવેલી પી. કે. એન્ટરપ્રાઈઝ નામની બ્લોક પેવીંગ બનાવતી કંપનીમાં મજુરી કામ કરીને ત્યાં જ રહે છે. પરિવારનો ૧૬ વર્ષનો પુત્ર અને ૧૨ વર્ષનો પુત્ર ગત ૨૨મી તારીખના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે વારાફરથી મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા. ૧૨ વર્ષનો નાનો ભાઈ ગેમ રમતા હારી જતા મોટાભાઈનો વારો આવ્યો હતો. જેથી તેણે મોબાઈલની માંગણી કરતા નાનાભાઈએ આપ્યો નહોતો.

જે અંગે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા મોટાભાઈએ નાનાભાઈને માથામાં પથ્થર મારતાં તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેના હાથ-પગ તારથી બાંધી દીધા હતા અને તાર વડે એક મોટો પથ્થર બાંધીને તેને નજીકના અવડ કુવામાં ફેંકીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ તરફ મોડીરાત સુધી બન્ને ભાઈઓ ઘરે ના આવતા માતા-પિતાએ તપાસ હાથ ઘરી હતી. પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો.

બીજી તરફ મોટાભાઈ પોતાના વતન રાજસ્થાન પહોંચી ગયો હતો. જ્યાં અન્ય સંબંધીઓ મારફતે માતા-પિતાને જાણ થતાં જ તેને નાનાભાઈ અંગે પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી સંબંધીઓ તેને લઈને પરત ગોબલજ આવ્યા હતા. જ્યાં માતા-પિતાએ પુછપરછ કરતા તેણે મોબાઈલમાં ગેમ રમવાની બાબતે નાનાભાઈની હત્યા કરીને લાશને કુવામાં નાંખી દીધી હોવાની કબુલાત કરી હતી.

લાશને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી હતી. બીજી તરફ મોટાભાઈ વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી

જેથી તમામ અવડ કુવાએ પહોંચ્યા હતા. જ્યાં નાનાભાઈની લાશ તરતી જોવા મફ્રી હતી. ઘટનાની જાણ ખેડા શહેર પોલીસને કરવામાં આવતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને લાશને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી હતી. બીજી તરફ મોટાભાઈ વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

Other News : RTEના બીજા રાઉન્ડમાં ૪૫૨૫ એડમિશન કન્ફર્મ થયા, જુઓ આણંદમાં કેટલા અરજીઓ સ્વીકારાઈ

Related posts

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ૫૧ ગામની ૧૦૧ દિકરીઓને દત્તક લેશે…

Charotar Sandesh

ચરોતરના અડાસ ગામના પનોતા પુત્રએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું…

Charotar Sandesh

જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત

Charotar Sandesh