Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

કૂખનો કાળો કારોબાર : નડિયાદમાં પોલીસે ગ્રાહક બની બાળક વેપારના નેટવર્કનો પર્દાફાશ ફર્યો

બાળ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ
  • નડિયાદમાં ૬ લાખમાં બાળક વેચવા આવેલ માતા સહિત ૪ મહિલાઓની ધરપકડ : પોલીસે ગ્રાહક તરીકે ડીલ ફિક્સ કરીને બાળ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો

નડિયાદ : પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક મૂળ બહારની અને હાલ નડિયાદ સ્થાયી થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા (રહે. ૧૦૪, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ) ત્યાં આવવાનાં છે. આ મહિલા પરપ્રાંતીય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાવે છે. એ બાદ તેના બાળકને ઊંચી કિંમતમાં એજન્ટો મારફત વેચાણ કરતી હોવાની માહિતી SOGને મળી હતી. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને તેમનો સોદો કરનારી ત્રણ મહિલા સહિત ચાર મહિલાની અટકાયત કરી છે. આ મહિલાની ટોળકી પરપ્રાંતમાંથી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવી બાળકનો જન્મ થાય એટલે નજીવી રકમ આપી તેને મેળવી લેતી અને બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

  • સેરોગસીના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા : એજન્ટો મારફતે ગ્રાહકો શોધીને ૫ થી ૬ લાખમાં બાળક વેચતા હતા

બાતમીના આધારે ખેડા SOG મહિલા PSI આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલની મદદ લીધી હતી. મહિલા PSI ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અહીં માયાબેનની સાથે અન્ય મોનિકાબેન મહેશ શાહ (રહે.કિશન સમોસાંનો ખાંચો, વાણિયાવડ, નડિયાદ) અને પુષ્પાબેન સંદીપ પટેલિયા (રહે. રામાદૂધાની ચાલી, મિલ રોડ, નડિયાદ) પણ હાજર હતી. આ પછી ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઇએ તેને એક બાળક જોઈએ છે એવી વાત કરતાં આ ત્રણેય મહિલાએ ઘુસપુસ કરી થોડીવાર ઊભા રહો, અમે બાળક આપીએ છીએ અને તેનો ભાવ ૬ લાખ રૂપિયા નક્કી કરાયો હતો.

બાળક ખરીદવા માટે તૈયારી બતાવતાં જ ત્રણ પૈકીની એક મહિલા બાળક લઈને આવી હતી, જેથી પોલીસે રંગેહાથે કોડન કરી આ ત્રણેય મહિલાની ધરપકડ કરી હતી. એ પછી પૂછપરછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટલમાં રોકાઈ હોવાનું જણાવ્યું હતું, આથી પોલીસે આ ત્રણેય મહિલાને સાથે રાખી ઉપરોક્ત હોટલમાં જઈ રૂમ નં. ૨૦૩માંથી આ મહિલાની અટકાયત કરી છે, જેમાં તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ (રહે. નાગપુર) હોવાનું કબૂલ્યું છે.

બાળકની માતાની પૂછપરછ કરતાં તેને નાણાંની જરુરિયાત હોવાથી માયા, મોનિકા અને પુષ્પા સાથે સંપર્ક કર્યા બાદ દોઢ લાખ રૂપિયામાં તેનો સોદો કરાયો હતો. પોલીસે માયા, મોનિકા અને પુષ્પાની સાથે બાળકની માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને અહીં લાવી ડિલિવરી કરાવતી હતી. ત્યાર બાદ તેને અમુક રકમ આપી બાળક મેળવી લેતી અને અહીં તેને મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી કિંમત લઈ તેનું વેચાણ કરી નાખતી.

પોલીસની તપાસમાં આ મામલે વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે છે. પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલા સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી ૩૭૦, ૧૪૪, ૧૨૦B, ૫૧૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Other News : આણંદ : તહેવારો નજીક આવતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં : ૧ર દુકાનોમાં દરોડા

Related posts

વિવાદિત નિવેદન મામલે આણંદના ડૉ. શૈલેષ શાહ અને પીંકલ ભાટિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

Charotar Sandesh

આંકલાવ તાલુકામાં ૯ કરોડ ૮૫ લાખના ખર્ચે થનાર રોડનું ભુમીપૂંજન કરતા ધારાસભ્ય અમીત ચાવડા

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh