Charotar Sandesh
ઈન્ડિયા

સિહોરના રુદ્રાક્ષ મહોત્સવમાં લાખો લોકોની ભીડ જામી : દોડા-દોડી થતાં એકનું મોત : ૩૦૦૦ લોકોની તબિયત લથડી, જુઓ તસ્વીરો

રુદ્રાક્ષ મહોત્સવ

સિહોર : મધ્યપ્રદેશના પ્રસિદ્ધ કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા કુબેરેશ્વર ધામમાં રૂદ્રાક્ષ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં આશરે ૧૦ લાખ જેટલા લોકો ઉમટી પડ્યા છે, અને અત્યાર સુધી ૫ લાખ જેટલા રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ આ મહોત્સવમાં નાસભાગ મચતાં એક મહિલાનું મોત થયું છે, અને ત્રણ મહિલાઓ ગુમ થઈ તેમજ ૩૦૦૦ લોકોની તબિયત લથડી છે, આ સાથે ઈન્દોર હાઈવે ઉપર ૧૦ કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતારો લાગી છે

આ બાબતે મંડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ધર્મસિંહ વર્માએ કહેલ કે, મહારાષ્ટ્રના માલેગાંવથી આવેલી મંગળાબાઈ (ઉં.૫૦)ની તબિયત અચાનક ખરાબ થયેલ જે બાદ તેને ચક્કર આવતા તે સ્થળ પર જ પડી ગયેલ જેમાં તેનું મોત થતાં ચકચાર મચી છે. આ સાથે છત્તીસગઢના ભિલાઈ, રાજસ્થાનના ગંગાપુર અને મહારાષ્ટ્રના બુલઢાણાની રહેવાસી ત્રણ મહિલાઓ પણ ગુમ થયેલ છે.

મોત આવવાનું હશે તો આવશે જ : કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રા

કથા દરમ્યાન પંડિત પ્રદીપ મિશ્રાએ કહેલ કે, લોકો મૃત્યુથી ડરે છે, કહેવાય છે કે અમે કેદારનાથ નહીં જઈએ. ત્યાં બહુ ઠંડી છે, કંઈ થાય તો શું થાય. પણ જો મૃત્યુને આવવું હોય તો આવશે ભલે તમે ઘરે ન હોવ, તમે ઘરે હશો, તમારા પગ લૂછવા માટે તમે તમારા પગ મૂકશો, તો લપસી જશો અને મોત થઈ જશે.

Other News : આણંદ : સારેગામા મોબાઈલ શોપમાંથી આધાર-પુરાવા વગરના ૧૦.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : ૧ની ધરપકડ

Related posts

આ નેતા ચૂંટણી હારી જશે તો જીવતા સમાધિ લઈ લેશે સંત

Charotar Sandesh

અવાજ ઉઠાવનારા નેતાઓને ગદ્દાર અને જયચંદ્દ કહેવા તે ખોટુ : કપિલ સિબ્બલ

Charotar Sandesh

સીએએ નાગરિકતા આપવા માટે છે, છીનવવા નહીં : પીએમ મોદી

Charotar Sandesh