આણંદ : એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા જૂન- ૨૦૨૩ માસમાં વાહનોના ચેકિંગની કામગીરી દરમિયાન જિલ્લામાં વાહનો ઉપર કરવામા આવેલ.
કડક કાર્યવાહી અંતર્ગત ઓવરલોડના ૭૯ વાહનોને, ઓવર ડાઇમેન્શન પ્રકારના ૨૬૭ વાહનોને, ફિટનેશ વગરના ૧૧ વાહનો, રીફલેક્ટ રેડીયમ પ્રકારના ૦૭, ઓવરસ્પીડના ૨૪ વાહનો, વીમા વગરના ૦૪ વાહનો, ડ્રાઇવીંગ લાયસન્સ વગરના ૦૨, પી.યુ.સી. વગરના ૦૩ વાહનો અને ટ્રાન્સપોર્ટ પ્રકારના ટેક્ષ વસુલાત કરેલ ૧૦ વાહનો સહિત કુલ ૪૦૭ વાહનો સામે કાયદેસરના પગલા ભરવામાં આવ્યા હોવાનું આણંદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે.
Other News : આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ જુઓ કેટલો વરસાદ નોંધાયો ?