મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હોય તેમ શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે, શિવસેનાના એકનાથ શિંદે સહિત ૧૨ જેટલા ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન ન ઉપાડતાં હાલ તો શિવસેના સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે
ત્યારે બીજી બાજુ આ ૧ર જેટલા ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા હોવાની ચર્ચા થઈ રહી છે, જેથી ડુમ્મસ રોડ ઉપર આવેલ લા મેરિડિયન હોટલ બહાર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેને લઈ શિવસેનાના સંજય રાઉતે આક્ષેપ કર્યો છે કે સી આર પાટીલે ષડયંત્ર રચી ધારાસભ્યોને સુરતમાં રાખવાની વ્યવસ્થા કરાઈ છે, હાલ તો મહારાષ્ટ્ર સરકાર સામે જોખમ ઉભુ થયું છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ તો ઊથલપાથલ સર્જાઈ છે, એનું એક કારણ મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે હોઈ શકે છે, જેમાં શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે ૧૧ ધારાસભ્યો સાથે ગાયબ થયા છે, હાલ તો તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંપર્કથી દૂર છે, અને તેઓ સુરતમાં રોકાયા હોવાની ચર્ચા થઈ રહી છે. જેથી આ રાજકીય વાવાઝોડું ગુજરાતમાં આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.
Other News : વડાપ્રધાન મોદીએ કર્ણાટકના મૈસુર પેલેસમાં ૧૫૦૦૦ લોકો સાથે કરી યોગ દિવસની ઉજવણી