Vadodara : દિવ્યદૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સચીનસિંહ પરમાર દ્વારા બાળ ગોકુલ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ સંસ્થામાં આશ્રિત બાળકો સાથે મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. આજના સમયમાં ગાંધી વિચાર કોઈને કોઈ રીતે ખોરવાતો જાય છે, આજે ગાંધીજી માત્ર પાંચસોની નોટમાં જ દેખવા ગમે છે ત્યારે આજે ગાંધી વિચારોની પ્રસ્તુતતા વિશેના વિચારો બાળકો સમક્ષ વ્યક્ત કર્યા.
એટલું જ નહીં સંસ્થાના બાળકોને શાળાનો યુનિફોર્મ અને ભોજનનું પણ વિતરણ કર્યુ
સાથે સાથે બાળકોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તે માટે સંસ્થા માં ચિત્રસ્પર્ધાનું આયોજન કર્યુ. જેમાં ખૂબ જ ઉત્સાહથી સૌ બાળકોએ ભાગ લીધો.અને તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલ તેમજ સંસ્થાના બાળકોને સમજાવ્યું કે ગાંધીજીએ એક પોતલી પહેરીને આ દેશને આઝાદી અપાવવામાં અથાક મહેનત કરી છે. એમનું જીવન એજ આપણો આદર્શ હોવો જોઈએ..
ભલે આપણા પ્રિય પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી આજે આપણી સાથે નથી પણ તેમના વિચારો અને નીતિઓને સાચવવાની જવાબદારી આપણા પર છે.
Other News : આ વર્ષે અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહી યોજાય