મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં મૌની રોય રસ્તા પર દોડતી જોવા મળી હતી અને કારમાં બેસતા સમયે વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી. આ આખી ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ છે.મૌની રોય ટી સિરીઝ ઓફિસની બહાર હતી. તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.
જોકે, તે પોતાના હોલ્ટર મેક્સી ડ્રેસમાં સહેજ પણ કમ્ફર્ટેબલ નહોતી. તે વારંવાર પોતનો ડ્રેસ હાથથી ખેંચતી હતી
વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે મૌની રોય દોડીને કારમાં બેસે છે. આ સમયે તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે.મૌની રોયનો વીડિયો વાઇરલ થતાં જ તે સો.મીડિયામાં ટ્રોલ થઈ હતી.
યુઝરે કહ્યું હતું, ’એક તરફ વાળથી છુપાવે છે અને બીજી તરફ હાથથી. આવા કપડાં પહેરે જ કેમ છે, જ્યારે અસહજ ફિલ થતું હોય.’ અન્ય એકે કમેન્ટ કરી હતી,’આવા કપડાં જ કેમ પહેરે છે, જેને વારંવાર છુપાવવા પડે.’ અન્ય એકે કહ્યું હતું, ’જ્યારે વારંવાર પોતાને ઢાંકવા પડે તો એવા કપડાં જ કેમ પહેરવા? શું આ આપણી સંસ્કૃતિ છે?
મૌની રોયે થોડાં સમય પહેલાં સેન્સેશનલ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે બ્લાઉઝ વગર ગ્રીન સાડી પહેરી હતી. આ ઉપરાંત તેણે સો.મીડિયામાં બિકીની તસવીરો પણ શૅર કરી હતી.૩૫ વર્ષીય મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ’ગોલ્ડ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ મૌની રોય ’રોમિયો અકબર વોલ્ટર’, ’મેડ ઇન ચાઇના’માં જોવા મળી હતી. હવે તે ’બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર સાથે જોવા મળશે.
Other News : કરણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક સાથે કામ કરશે