Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં એમજીવીસીએલ ટીમના દરોડા, ૬૦૪ મીટરો ચેક કરાયા, ૨૮.૮૩ લાખનો દંડ ફટકાર્યો

આણંદ જિલ્લા એમજીવીસીએલ (Anand MGVCL)

આણંદ : હાલમાં વરસાદ ખેંચાતા વીજ બીલ ઓછું આવે તે માટે ગ્રાહકો દ્વારા જુદા જુદા નુસખાં અપનાવી વીજચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે આણંદ જિલ્લામાં એમજીવીસીએલ (Anand MGVCL)ની વીજીલન્સ ટીમોએ ખેતીવાડી, વાણિજ્યિક રહેણાંક સહિત કુલ ૬૦૪ વીજ મીટરો ચેક કર્યા હતા. જેમાં ૭૧ વીજ મીટરોમાં ગેરરીતિ જણાતા તંત્રએ રૂ. ૨૮.૮૩ લાકનો દંડ ફટકાર્યો હતો.

વિજીલન્સ ટીમોએ પેટલાદ, બોરસદ, ખંભાત, તારાપુર, ઉમરેઠ પંથકમાં દરોડાની કાર્યવાહી કરી હતી

આણંદ જિલ્લા એમજીવીસીએલ (Anand MGVCL) ના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વીજ ચોરી થતી અટકાવવાના ભાગરૂપે વિજીલન્સની ૩૬ ટીમોએ દરોડા પાડીને સપાટો બોલાવી દીધો હતો.જેમાં રહેણાંક, ખેતીવાડી અને ઔદ્યગિકના ૬૦૪ વીજ કનેકશનોની ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડાયરેકટ વીજ ચોરી, લંગર નાખવું, મોટરમાં ચાલુ કરવા માટે ટેટા મુકવા સહિતની કુલ ૭૧ જેટલા વીજ કનેકશનોમાં ગેરરીતિ જણાઇ આવી હતી.

આથી વીજતંત્રએ અધિનિયમ હેઠળ ૨૮.૮૩ લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. વિજીલન્સ ટીમોએ પેટલાદ, બોરસદ, ખંભાત, તારાપુર, ઉમરેઠ પંથકમાં દરોડાની કાર્યવાહી કરી હતી.

Other News : આણંદના આ વિસ્તારોમાં ડેન્ગ્યુ સહિત મેલેરિયાના ૪૦થી વધુ દર્દીઓ નોંધાયા

Related posts

આણંદ સહિત જિલ્લામાં પુનઃ કોરોના વિસ્ફોટ : આજે વધુ ૧પ કેસો નોંધાયા…

Charotar Sandesh

પહેલી રાખી દેશપ્રેમ કી : આણંદ જિલ્લામાંથી સેનાની ત્રણેય પાંખોમાં ૧૫૭૩ રાખડી સાથે પત્ર મોકલાશે…

Charotar Sandesh

અમૂલે ભાવ ન વધાર્યો પણ પાઉચની છાશમાં ઘટાડો કર્યો..!!

Charotar Sandesh