Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના વિકાસ માટે ધારાસભ્ય ભાલેજ બ્રીજ મુદ્દે સક્રિયતા દાખવશે ખરાં? : બ્રીજ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો

ભાલેજ બ્રીજ

ગત ડીસેમ્બરમાં યોજાયેલા વિધાનસભા જંગમાં કોંગીના ગઢ ગણાતા આણંદ પંથકની સાત પૈકી આણંદ સહિત પાંચ બેઠક પર ભાજપની જીત થતાં ખાસ કરીને આણંદના વિકાસ માટે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વિકાસની ડોર ઉભી કરતાં છાશવારે સજૉતી ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત પગલે માથાનો દુખાવો બનેલા ભાલેજ બ્રીજને પહોળો કરવા કે નવા ફલાયઓવર મુદ્દે ધારાસભ્ય સક્રિયતા દાખવશે ખરાં તેવા સવાલ ઉઠયા છે.

સામરખા ચોકડીને જોડતા સાડાત્રણ દાયકા બાદ ભાલેજબીજ સાકાર કરવામાં આવ્યો હતો. પરંતુ વધતા જતા વિકાસ પગલે શહેરમાં વાહનોના આવાગમન વધતાં ભાલેજ બ્રીજ પર છાશવારે ટ્રાફિક જામ તથા અકસ્માત સર્જાવાની સમસ્યા વકરવા ઉપરાંત ટ્રાફિકના વધતાજતા ભારણ પગલે ભાલેજ બ્રીજ બિસ્માર બનતાં બ્રીજ પહોળો કરવા અથવા નવા ફલાય ઓવરની માગ કરાઈ હતી.

ત્રણ વર્ષ પૂર્વ પાલીકા પ્રમુખ કાન્તીભાઇ ચાવડા દ્વારા નવા ફલાયઓવર સાથે એન. એસ.પટેલ સર્કલથી સામરખા ચોકડી સુધી ફોરલેન માર્ગે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી

બિસ્માર ભાલેજ બ્રીજને મજબૂત કરવા તાજેતરમાં સરકાર દ્વારા ત્રણ કરોડની ફાળવણી કરાઇ હતી. પરંતુ ને કેટલી કારગત?જેવા સવાલ પણ ઉઠતા આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વિકાસની ડોર ઉભી કરવા કટીબદ્ધ બન્યા હોય બ્રીજના મુદ્દે સક્રિયતા દાખવશે કે એસ.ટી.બસના આવાગમન આ બ્રીજથી થતાં હોવા છતાં વૈમનસ્યના પગલે ટલ્લે ચઢવાના રાજકીય કારસાથી ઉપર જઇ ધારાસભ્ય ધ્વારા ઉકેલ લાવવા આશા સેવવામાં આવી રહ્યા છે.

Other News : આણંદમાં જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી આ મહત્ત્વની માહિતી

Related posts

ફરી લોકડાઉનની અફવાને પગલે આણંદમાં મસાલા-બીડી, ગુટખાના બેફામ કાળાબજાર…

Charotar Sandesh

ખંભાત તાલુકા જન વિકાસ ઝુંબેશની સફળતા : ૭૦ હજારથી વધુ ગરીબ પરિવારોને થયો લાભ…

Charotar Sandesh

નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ : સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો

Charotar Sandesh