Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

રાજ્યમાં ચોમાસા જેવો માહોલ : ગુજરાતના ૧૧૩ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

કમોસમી વરસાદ

ગાંધીનગર : આજે રાજયના ૧૧૩ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો છે. રાજયના હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે આજે પણ હવામાન વાદળીયુ જ રહ્યું છે અને માવઠા-કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયના ૧૧૩ તાલુકામાં છાંટાછુટીથી માંડીને ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો

પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જેવા તમામ જીલ્લામાં હળવોથી નોંધપાત્ર વરસાદ થયો હતો. ખેરાલુ, ઈડર, વડાલી જેવા તાલુકાઓમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા, વિજયનગર, સિદ્ધપુર જેવા તાલુકાઓમાં દોઢથી અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં એકમાત્ર છોટા ઉદેપુર આ પંચમહાલ જીલ્લામાં માવઠાનું જોર વધુ માલુમ પડયુ હતું. સૌરાષ્ટ્રમાં છાંટાછુટી હતી. રાજકોટ સહિતના ભાગોમાં છાંટા પડવા સાથે રસ્તા ભીના થતા હોવા છતાં વરસાદ નોંધાયો ન હતો. જુનાગઢ જીલ્લામાં સાત મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ તથા ડાંગ જીલ્લાઓમાં હળવો-નોંધપાત્ર વરસાદ થયો હતો. હવામાનખાતાના રીપોર્ટમાં એમ જણાવાયું છે કે ૨૭ તાલુકાઓમાં એક થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો જયારે ૨૭ તાલુકામાં અર્ધાથી એક ઈંચ વરસાદ હતો. અન્યત્ર ઝરમર વરસાદ હતો.

વરસાદના કારણે ધીરે ધીરે ઠંડી પણ વધી રહી છે. આ ઉપરાંત આજે સવારે મહેસાણા, શામળાજી સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે.

Other News : રાજકોટ-વડોદરા હવે અમદાવાદમાં પણ મુખ્ય માર્ગો ઉપરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા આદેશ

Related posts

વડાપ્રધાને ગિરનાર રોપ-વે, કિસાન યોજના તથા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું…

Charotar Sandesh

એસીબી દ્વારા સૌથી વધુ ક્લાસ-૩ના સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા…

Charotar Sandesh

નો રિપિટ’ થિયરી : ગુજરાતના નવા મંત્રીમંડળમાં ઘણા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે

Charotar Sandesh