ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ખેડુતોના ચહેરા પર પ્રકાશ પાથરતા લાંબા સમયથી વિવાદી બની રહેલા અને ખાસ કરીને ખેડુત આંદોલનનું કેન્દ્ર બનેલા ત્રણ કૃષી કાનૂન પાછા ખેચવાની જાહેરાત કરી છે.
આજે જાહેરાત પર સંયુક્ત કિશાન મોરચાના અધ્યક્ષ તથા આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા રાકેશ ટિકેતે આ જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે છતા જયાં સુધી સંસદમાં આ કૃષિ કાનુન પરત ખેચવાની વૈધાનિક પ્રક્રિયા પુરી થશે નહી ત્યાં સુધી અમો આ આંદોલન સમેટવાના કે દિલ્હી સરહદ પર હટાવાતા નથી
અધ્યક્ષ રાકેશ ટિકેતે આંદોલન સ્થળ પર મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વડાપ્રધાનની જાહેરાત આવકાર્ય છે પણ તેઓએ જે જાહેરાત કરી છે તેને પણ જે સંસદે આ કાનૂન બનાવ્યા છે તેમાં જયાં સુધી પરત ખેચવામાં આવે નહી ત્યાં સુધી અમો પીછેહઠ કરવાના નથી. હજું ટેકાના ભાવનો મુદો બાકી છે તેને કાનૂની સ્વરૂપ આપવાની જરૂર છે અને સરકારે તે પણ સુનિશ્ચિત કાનૂનથી કરવું પડશે. ખેડૂતોની જે અન્ય માર્ગો તેના પર પણ અનેક પર સરકારે નિશ્ચિત વલણ લેવું પડશે.
Other News : ખેડુતોએ સત્યાગ્રહથી અહંકારનું માથુ ઝુકાવી દીધું છે : રાહુલ ગાંધીએ ટ્વીટ કરી નિશાન સાધ્યું