સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વે ભવ્ય દિપમાળાઓ સાથે પ્રગટાવાઈ રોશની
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલા સંતરામ મંદિરમાં દેવદિવાળી(dev diwali)ની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, આજે સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ (dev diwali) પ્રગટાવવામાં આવેલ, અસંખ્ય દીપમાળાઓથી મંદિર ઝગમગી ઉઠ્યું અને ભવ્ય રોશની કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વયંમ સેવકો સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
દેવદિવાળી(dev diwali)ની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે, આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠે છે, અને વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળી(dev diwali)ની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં ૧ લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.
Other News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં : જાણો કયા કયા થીમ ઉપર બની રહ્યા છે સ્ટેશનો ?