Charotar Sandesh
ગુજરાત

નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે : CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM vijay rupani)

રાજ્યભરમાં ૫૩૦૦ કરોડના કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાયા

ગાંધીનગર : ૭ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી (CM vijay rupani) એ મુખ્ય મંત્રી તરીકે અને નીતિન પટેલે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM vijay rupani) અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ની સરકારના આજે ૫ વર્ષે પૂર્ણ થયા છે.આ ૫ વર્ષે ની ઉજવણી ના ભાગ રૂપે રાજ્ય સરકારે ૧ ઓગષ્ટ થી ૯ ઓગષ્ટ સુધી ઉજવણીના કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા હતા.જેનો મુખ્ય કાર્યક્રમ આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં મુખ્ય તરીકે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ વર્ચ્યુલી હાજરી આપી હતી.તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ મહાત્મા મંદિર ના મંચ પર જોવા મળ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અમિત શાહ ના હસ્તે રાજ્ય સરકાર ની વતન પ્રેમ યોજનાને લોન્ચ કરી હતી.જે અંતર્ગત વતન થી દુર ગયેલા નાગરિક પોતાના વતન ના વિકાસ માટે કાર્ય કરશે તો તેનો ૪૦ ટકા ફાળો રાજ્ય સરકાર આપશે. આ યોજના માટે પંચાયત વિભાગના કામો માટે ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજના દિવસે રાજ્ય ભરમાં ૫૩૦૦ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વતન પ્રેમ યોજનાની શરૂઆત કરાવી હતી. તેમણે યોજનાનો આરંભ કરાવતા કહ્યું હતું કે ’હું વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને અપીલ કરવા માંગુ છું કે આ યોજનાનો લાભ લઈ પોતાના વતન ગામ શહેર જિલ્લાના વિકાસમાં સહભાગી બને. આ યોજનામાં તમારે તમારા વતનના વિકાસ માટે જે કામ કરવું હશે તે કામના મંજૂર થતા સરકાર ૪૦ ટકા ખર્ચ ભોગવશે. આમ પ્રત્યેક વૈશ્વિક ગુજરાતી કે સમૂહ પોતાના વતનના વિકાસ માટે આગળ આવે.’

Other News : સૌથી વધુ યુવાનોને નોકરી આપનાર રાજ્ય ગુજરાત : મુખ્યમંત્રી રૂપાણી

Related posts

બજેટ સત્રમાં હવે લવજેહાદનો કાયદો અમલમાં : 8 વિધેયક પર રાજ્યપાલની મહોર…

Charotar Sandesh

મહત્વનો નિર્ણય : ગુજરાતના રિક્ષાચાલકો હવે દેખાશે નવા અવતારમાં, નક્કી કરાયો યુનિફોર્મ…

Charotar Sandesh

અસિત વોરાના રાજીનામાની માંગ કરનાર આપ પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે મારામારી

Charotar Sandesh