Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

ભારતના રાષ્ટ્રપતિની આગામી ચુંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુંએ નામાંકન ભર્યું

દ્રૌપદી મુર્મું

ન્યુ દિલ્હી : ભારતનાં રાષ્ટ્રપતિની આગામી ચુંટણીનાં અનુસંધાને, એન.ડી.એ. નાં ઉમેદવાર આદરણીય દ્રૌપદી મુર્મુંએ ઉમેદવારી માટે નામાંકનપત્ર ભર્યું.

આ પ્રસંગે ગુજરાતનાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ CR પાટીલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, કેન્દ્રીય રા. ક. મંત્રી Devusinh Chauhan અને નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા (ગુજરાત), ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તેમજ ગુજરાતનાં અન્ય સંસદ સભ્યઓ ઉપસ્થિત રહ્યા.

ઓડિશાના મયુરભંજ જિલ્લાના એક ગરીબ આદિવાસી પરિવારમાં ૨૦ જૂન, ૧૯૫૮ના રોજ જન્મેલી દ્રૌપદી મુર્મૂએ જીવનમાં આવતા અવરોધો વચ્ચે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેણે ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજમાંથી બીએ પૂર્ણ કર્યું. સંથાલ સમુદાયમાં જન્મેલી દ્રૌપદી મુર્મૂએ ૧૯૯૭માં રાયરંગપુર નગર પંચાયતમાં કાઉન્સિલર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

દ્રૌપદી મુર્મૂ ને ૨૦૦૭માં ઓડિશા વિધાનસભા દ્વારા વર્ષના શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો

ત્યારબાદ વર્ષ ૨૦૦૦માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને મંત્રી તરીકેની જવાબદારી સંભાળી દ્રૌપદી મુર્મૂ બીજેપી-બીજેડી સરકારમાં બે વખત મંત્રી રહી હતી. રાયરંગપુરના બે વખતના ધારાસભ્ય મુર્મુએ ૨૦૦૯માં રાજ્યની ચૂંટણી પહેલા બીજેડી સાથેના સંબંધો તોડી નાખ્યા પછી પણ તેમની વિધાનસભા બેઠક પર કબજો જમાવ્યો હતો.

Other News : ઉમરેઠના થામણા ગામે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી જાતે ટ્રેક્ટર ચલાવી શાળા પ્રવેશઉત્સવમાં પહોંચ્યા

Related posts

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી…

Charotar Sandesh

રાજ્યોને અત્યાર સુધીમાં ૪૧ કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા : કેન્દ્ર

Charotar Sandesh

સતત ૨૧મા દિવસે પેટ્રોલમાં ૨૫ અને ડિઝલમાં ૨૧ પૈસાનો વધારો…

Charotar Sandesh